ફતેગંજમાં હોસ્ટેલના બે વિદ્યાર્થીને આંતરીને લૂંટનાર બે બાઇક સવાર લૂંટારા પકડાયા
વડોદરા,તા.11 ફેબ્રુઆરી,2020, મંગળવાર
ફતેગંજ મેઇન રોડ પર હોસ્ટેલના બે વિદ્યાર્થીને આંતરીને લૂંટી લેનાર બે બાઇક સવાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયા છે.
ફતેગંજ મેઇન રોડ પર હોસ્ટેલમાં રહેતા એમએસ યુનિ.ના વિદ્યાર્થી રાહુલ ગુપ્તા અને તેના મિત્ર પાર્થને સપ્ટેમ્બર-૨૦૧૯માં આંતરીને બાઇક સવાર બે યુવકોએ અમારૃં પર્સ તમારી પાસે છે..તેમ કહી ધમકાવ્યા હતા અને પર્સ તપાસવાના નામે ખિસ્સામાંથી રૃા.૧૫૫૦ લૂંટી લીધા હતા.
આ બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે આફતાફહુસૈન એહમદહુસૈન શેખ રહે.ધીકાંટા રોડ,લોખંડવાલા કોમ્પ્લેક્સ,નાગરવાડા અને તેના સાગરીત શાહરૃખ અમાનઉલ્લાખાન પઠાણ રહે.મુસ્લિમ મહોલ્લો,નવાપુરાને ઝડપી પાડી બાઇક કબજે લીધી છે.