mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દહેજ માટે પરિણીતાને શારિરીક-માનસિક ત્રાસ આપનારા સાસરિયાઓ સામે ગુનો

Updated: Mar 21st, 2021

દહેજ માટે પરિણીતાને શારિરીક-માનસિક ત્રાસ આપનારા સાસરિયાઓ સામે ગુનો 1 - image


વાસણા વિસ્તારમાં બનેલી ઘટના

પતિએ મારઝુડ કરી બિભત્સ ગાળો બોલીને કારની માંગણી કરતા વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 

અમદાવાદ : વાસણામાં રહેતી પરિણીતાને પિયરમાંથી દહેજ લઈ આવવા માટે શારિરીક અને માનસિક ત્રાસ આપતા સાસરીયાઓ વિરૂધ્ધ વાસમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 આ બનાવની વિગત મુજબ શેષાદ્રીબહેનના લગ્ન એક વર્ષ પહેલા વાસણામાં જય ભવાની સોસાયટીમાં રહેતા કુલદીપ છોટેલાલ તિવારી સાથે થયા હતા. સાસરી તરફથી લગ્ન માટેની ચીજવસ્તુઓ માંગવામાં આવતા શેષાદ્રીબહેનને લગ્ન કરવા ન હતા પરંતુ લગ્નની તારીખ નજીક હોવાથી અને સમાજમાં આબરૂ ન જાય તે માટે તેમણે લગ્ન કરી લીધા હતા.

લગ્ન વખતે શેષાદ્રીબહેનના પરિવાર તરફથી તેમની સાસુને સોનાનો સેટ, સસરાને સોનાની ચેઈન, પતિને બ્રેસલેટ, ચેઈન અને વિંટી તથા દિયરને વીંટી આપવામાં આવ્યા હતા. તે સિવાય રોકડા દસ લાખ આપ્યા હતા. તે સિવાય શેષાદ્રીબહેન નોકરી કરતા હોવાથી અવનવા ખર્ચાના બહાના કાઢીને પગાર તેમની પાસેથી લઈ લેતા હતા. જોકે બાદમાં તેમની નોકરી છુટી ગઈ હતી.

ત્યારબાદ સાસરીયા તુ તારા પિયરમાંથી શું લઈને આવી છે કહીને મ્હેણાંટોંણા મારવા લાગ્યા હતા. આથી શેષાદ્રીબહેને કહ્યું હતું કે સમાજમાં મોટા લગ્ન બતાડવા માંગતા હોવાથી હોટેલમાં સગાઈ અને ક્લબમાં લગ્નનો ખર્ચ મારા પિતાએ આપ્યો હતો, મારા પિતાએ તમને કંઈ ઓછુ આપ્યુ નથી.

આથી સાસુ સસરા બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. તે સમયે દિયરે તમે જે કાર વાપરો છો તે મને આપો કહેતા શેષાદ્રીબહેને કહ્યું હતું કે કાર મારા પપ્પાની છે અને કાર મારા પપ્પા પાસે મુકીને આવી છું. આથી તેમણે નવી કાર લઈ આપો કહ્યું હતું.

 તે સિવાય પતિ મારઝુડ કરતો હોવાથી સંસાર ટકી રહે તે માટે શેષાદ્રીબહેન ફરિયાદ કરતા ન હતા. રાતના ઘરની બહાર રહેતા હોવાથી તે પતિને આ અંગે પુછતા ત્યારે તેમને મારઝુડ કરતો હતો. પતિ મોડા આવે ત્યારે પુરી રાત બહાર ક્યાં હતા એમ પુછતા પતિએ શેષાદ્રીબહેનને ગડદાપાટુનો માર મારીને અડધી રાત્રે ઘરની બહાર કાઢવા લાગ્યો હતો.

આથી તેમણે પોલીસને ફોન કરતા પતિએ ફરીથી આવો વ્યવહાર નહી કરે એમ કહ્યું હતું. તેમછતા પતિ અવારનવાર શેષાદ્રીબહેનને ઘરની બહાર જકતી રહે પિયરમાં રહેજે અને અમે માંગીશું તે તારા પપ્પાએ આપવું પડશે, એમ કહ્યું હતું. આથી કંટાળીને પતિ કુલદીપ, સાસુ રીટાબહેન, સસરા છોટેલાલ અને દિયર અમરદિપ વિરૂધ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Gujarat