For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દુનિયાભરના ધનિકોની તીજોરીને લાગ્યો કોરોના વાઇરસનો ચેપ, ડૂબાડ્યા અબજો રૂપિયા

Updated: Mar 12th, 2020

Article Content Imageઅમદાવાદ, તા. 12 માર્ચ 2020, ગુરૂવાર

- પાકિસ્તાનમાં શુક્રવારે શેરબજારનું ટ્રેડિંગ રોકવું પડ્યું

- અબજોપતિઓની સંપત્તિમાં ભારે ઘટાડો થયો

- જેક માના ડૂબ્યા એક અબજ ડોલર

- વિશ્વભરના ઇક્વિટી માર્કેટમાં હાહાકાર

- ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો અને કોરોના વાઇરસને કારણે વૈશ્વિક ઇક્વિટી બજારમાં વેચવાલી

ક્રૂડ ઓઇલ કિંમતોમાં મોટો ઘટાડો અને કોરોના વાઇરસ આપત્તિને કારણે વૈશ્વિક ઇક્વિટી બજારમાં વેચવાલી જોવા મળી રહી છે. આ ઘટાડાએ ઇક્વિટી માર્કેટમાં વિશ્વભરના અબજોપતિઓની હાલત કફોડી કરી નાખી છે. પાકિસ્તાનમાં શુક્રવારે હાલત એ હતી કે, શેરબજારનું ટ્રેડિંગ રોકવું પડ્યું.  છેલ્લા કેટલાક દિવસોમાં શેર બજારમાં મોટા ઘટાડાને કારણે આ અબજોપતિઓની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે.

બેઝોસ અને ગેટ્સની સંપત્તિમાં 2.55 અબજ ડોલરનો ઘટાડો

આ સૂચિમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસથી માંડીને બિલ ગેટ્સ જેવા દિગ્ગજ નામો સામેલ છે. ગત દિવસના કારોબારથી એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કુલ સંપત્તિમાં 1.34 અબજ ડોલર (લગભગ 9,928.06 કરોડ)નો ઘટાડો થયો છે. માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સની સંપત્તિમાં પણ 1.21 અબજ ડોલર (લગભગ 8964.89 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે.

Article Content Imageજેક માના પણ ડૂબ્યા એક અબજ ડોલર

જેફ બેઝોસની કુલ સંપત્તિ ઘટીને હવે 117 અબજ ડોલર (લગભગ 8 લાખ 66 હજાર કરોડ) થઈ ગઈ છે. બિલ ગેટ્સની કુલ સંપત્તિ 111 અબજ ડોલર (લગભગ 8 લાખ 22 હજાર કરોડ રૂપિયા) પર આવી છે. અલીબાબાના સ્થાપક જેક માની સંપત્તિમાં 1 અબજ ડોલર (લગભગ 7,409 કરોડ)નો ઘટાડો થયો છે.

આ અબજોપતિઓને પણ ભારે નુકસાન

આ ઉપરાંત ફ્રોસના ફેશન મોગલ તરીકે ઓળખાતા બર્નાર્ડ અરનોલ્ટ, દિગ્ગજ રોકાણકાર અને બર્કશાયર હેથવેના માલિક વોરેન બફેટ, ફ્રાન્સના ઉદ્યોગપતિ ફ્રોન્કોઈસ પિનૉલ્ટ, ટેન્સેંટના પોની મા, ફેસબુકના માર્ક ઝુકરબર્ગની સંપતીમાં પણ સોમવારે ભારે ઘટાડો થયો છે.

વિશ્વભરના ઇક્વિટી માર્કેટમાં હાહાકાર

સોમવારે વિશ્વના ઘણા મોટા સ્ટોક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી. કોરોના વાઇરસની દહેશત વચ્ચે જાપાનનો નિક્કેઈ 5.07 ટકા, હોંગકોંગનો હેંગ સેંગ 3.55 ટકા, શાંઘાઈ કમ્પોઝિટ 2.76 ટકા નીચે બંધ થયો. વોલ સ્ટ્રીટ પર ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ સરેરાશ 0.98 ટકા, S&P ઈન્ડેક્સ 1.71 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટમાં 1.87 ટકાનો ઘટાડો થયો છે.


Gujarat