Get The App

દિવાળી બાદ પૂનઃરસીકરણની કામગીરી આરંભાઇ, ભીડ જામી

- પૂર્વ અમદાવાદમાં રસીકરણના કેમ્પો ધમધમ્યા

- અમદાવાદ જિલ્લામાં 466 માંથી 465 ગામોમાં કોરોનાના પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ

Updated: Nov 10th, 2021

GS TEAM


Google News
Google News

અમદાવાદ,તા.10 નવેમ્બર 2021, બુધવારદિવાળી બાદ પૂનઃરસીકરણની કામગીરી આરંભાઇ, ભીડ જામી 1 - image

અમદાવાદમાં દિવાળીના તહેવારોને લઇને બંધ વેક્શિનેશનની કામગીરી પૂનઃશરૂ થઇ ગઇ છે. ગત સોમવારથી જ શહેરભરમાં વેક્શિનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો કોરોના વેક્શિન લેવા માટે ઉમટી રહ્યા છે.વેક્શિન લેવા માટે અગાઉ લોકો ડરતા હતા હવે લોકો વેક્શિનેશન કેમ્પ શોધતા શોધતા આવી રહ્યા છે. આગામી ગુરૂ, શુક્ર અને શનિવારે રસીકરણના વિશેષ સેશનો યોજીને લોકોને રસી મૂકવામાં આવનાર છે.

અમદાવાદ પૂર્વના પટ્ટાઓમાં રસીકરણ માટે લોકો પડાપડી કરી રહ્યા છે. ઓઢવ બ્રિજના નીચે રસીકરણ કેમ્પ શરૂ થઇ ગયો છે. જ્યાં સવાર પડયે રોજ મોટી સંખ્યામાં લોકો રસી મૂકાવવા માટે આવી રહ્યા છે. 

અમદાવાદ જિલ્લામાં ૪૬૬ ગામોમાંથી ૪૬૫ ગામમાં પ્રથમ ડોઝનું સો ટકા રસીકરણ સંપન્ન થયું છે. ૧૧,૮૩,૨૧૮ લાભાર્થીઓની સામે પ્રમથ ડોઝમાં ૧૨,૯૨,૫૮૬ લાભાર્થીઓને પ્રથમ ડોઝની રસી મૂકવામાં આવી છે. આમ પ્રથમ ડોઝમાં ૧૦૯ ટકા રસીકરણ થયું છે. બીજા ડોઝમાં ૧૦,૮૩,૨૩૩  લાભાર્થીઓની સામે ૯,૧૭,૨૩૩ લાભાર્થીઓએ રસી મૂકવામાં આવી છે. બીજા ડોઝમાં ૮૫ ટકા કામગીરી પૂર્ણ થઇ છે.

૩૬ પીએસસી અને ૫ યુએચસીમાં ૧૦૦ ટકા રસીકરણ થઇ ગયું છે. જિલ્લામાં  ધંધૂકા અને ધોલેરા તાલુકા સિવાય તમામ તાલુકાઓમાં ૧૦૦ ટકા રસીકરણ થયું છે. હાલમાં ૧૫૩ સેન્ટરો પરથી રસીકરણની કામગીરી કરાઇ રહી છે.

Tags :