Get The App

ખેડા જિલ્લામાં કોરોનાનો રાફડો : 17 કેસ, 1નું મોત

- નડિયાદમાં જ 11કેસ, કપડવંજ, ઉતરસંડા અને ખેડામાં ૬ કેસ નોંધાયા

- બિલોદરા જેલના કેદીને કોરોના થતા તંત્ર હરકતમાં : જિલ્લામાં મૃત્યુઆંક 22 થયો

Updated: Jul 10th, 2020

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં કોરોનાનો રાફડો : 17 કેસ, 1નું મોત 1 - image


- નડિયાદના કોંગ્રેસના આગેવાન જીતેન્દ્ર આઝાદ કોરોનામાં સપડાયા : દર્દીઓનો કુલ આંક ૩૧૮

નડિયાદ, તા. 9 જુલાઈ 2020, ગુરુવાર

ખેડા જિલ્લામાં આજે વધુ એક વખત કોરોના કેસોનો રાફડો ફાટયો છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો ઉપરાંત વડામથક નડિયાદ શહેરમાં પણ આજે સતત દશમા દિવસે દશથી વધુ કેસો નોંધાયા છે.નડિયાદના એક કોંગ્રેસી અગ્રણી અને બે બે વખત વિધાનસભાની ચૂંટણી લડેલા કોંગી નેતા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આથી સ્થાનિક રાજકારણમાં દોડધામ મચી છે. આજના એક જ દિવસમાં ખેડા જિલ્લામાં સોળથી વધુ કોરોના દર્દીઓ જાહેર થયા છે. આથી જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંકડો ૩૧૮ પર પહોંચ્યો છે. 

આજે ખેડા જિલ્લામાં વધુ એક મોત નોંધાયું છે. જો કે આ દર્દી આણંદ જિલ્લામાંથી અહીં સારવાર માટે આવ્યો હતો.જેની વહેલી સવારે દફનવિધિ કરવામાં આવી છે.જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો ૨૨એ પહોંચ્યો છે.

આણંદ જિલ્લાના બોરસદ ખાતે રહેતા મયુદ્દીન ફકરુદ્દીન મલેક (ઉં.૬૫)નું આજે વહેલી સવારે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ ગત્ ૪થી તારીખે સવારે નડિયાદ સિવિલમાં કોરોનાના લક્ષણો સાથે દાખલ થયા હતા અને પાંચમી તારીખે તેમને કોરોના પોઝીટીવ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ અન્ય બિમારીઓ અને કથળેલી પરિસ્થિતિને કારણે ત્રણ જ દિવસની ટૂંકી સારવાર દરમ્યાન આજે સવારે તેમને સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ આણંદ જિલ્લાના વતની હોવા છતાં નડિયાદમાં મૃત્યુ થયું હોવાને કારણે તેમને નડિયાદ કબ્રસ્તાનમાં પરંપરાગત રીતે દફનાવવામાં આવ્યા હતા. 

ખેડા જિલ્લામાં આજસુધીમાં નોંધાયેલા સવા ત્રણસો કોરોના દર્દીઓ પૈકી ૧૪૦ દર્દીઓ  સારવાર લઇને સ્વસ્થ થયા છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે જિલ્લામાં આજદિન સુધી ૨૨ મોત નોંધાયા છે. અને નડિયાદ શહેરની ૩ કોવિડ હોસ્પિટલોમાં હજુ પણ ૧૦૦થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. 

નડિયાદ શહેરમાં આજે સતત દશમા દિવસે પણ દશથી વધુ કેસો નોંધાયા છે. જેમાં શહેરના ગામતળ વિસ્તારો અને સોસાયટી વિસ્તારો ઉપરાંત મિશન રોડ ઉપરની સરકારી વસાહત પણ ઝપેટમાં આવી છે. મોડી સાંજે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં બિલોદરા જેલના એક કેદીને પણ કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. નડિયાદ શહેરમાં આજના દશ કેસો ઉપરાંત કપડવંજમાં બે દર્દીઓ, ખેડા શહેરમાં ત્રણ દર્દીઓ, જ્યારે ઉતરસંડાના એક દર્દી કોરોના પોઝીટીવ જાહેર થયા છે.  ગુજરાતના દિગ્ગજ કોંગી નેતા ભરતસિંહ સોલંકી કોરોના સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે ખેડા વિધાનસભાની બબ્બે વખત ચૂંટણી લડનાર યુવાન કોંગી નેતા જીતેન્દ્ર આઝાદ પણ આજે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને તેઓ શહેરની શ્લોક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યાં તેમનો સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સ્થાનિક ડોક્ટરોએ જણાવ્યું છે.  

નડિયાદમાં નવા નોંધાયેલા દર્દી

(૧) જીગ્નેશભાઇ બાબુભાઇ કા.પટેલ,ઉં.૪૬, જી.ઇ.બી ઓફીસ ગુરુકૃપા સોસાયટી, (૨)  જીતેન્દ્રભાઇ એસ.પટેલ, ઉં.૪૯, શહેરની સાંઇઘામ સોસાયટી, (૩)  વિરેન્દ્રભાઇ એ.પટેલ, ઉં.૬૨, બાલાજી સોસાયટી,નડિયાદ, (૪)  જુબેદાબેન એલ.પીપળાતાવાળા, ઉં.૬૫ અહેમદ સોસાયટી, (૫) રોહિણી એસ.કંથારીયા, ડૉ.સ્ટાફ ક્વાટર્સ કેમ્પસ, (૬)  પંકજ રસિકભાઇ ડબગર, ઉં.૪૯ સલુણ બજાર, ડબગરવાડ, (૭) તેજસ હસમુખભાઇ શાહ, ઉં.૬૨,દવે પોળ,(૮)  રામજીભાઇ લીંબડ, સરકારી વસાહત, (૯)  કુસુમબેન બાબુભાઇ પટેલ, ઉં.૮૬, મૂક્તાનેદ સોસાયટી, (૧૦)  રાજુભાઇ મનુભાઇ સોલંકી, ઉં.૩૮, જય મહારાજ સોસાયટી, (૧૧) સોહિલ નઝીર વ્હોરા,ઉં.૩૫,બિલોદરા જેલ.

ખેડા, કપડવંજ, ઉતરસંડામાં નોંધાયેલા દર્દી

(૧)  ચંપાબેન અરવિંદભાઇ કા.પટેલ ઉં.૭૧  સોમનાથ નગર સોસાયટી,કપડવંજ,  (૨) શૈલેષકુમાર દાતારામ યાદવ ઉં.૪૯ ગાયત્રીનગર સોસાયટી,કપડવંજ, (૩)  બંસીલાલ હીરાલાલ શાહ ઉં.૭૪ ,લાંબી શેરી,ખેડા, (૪) અમનભાઇ કલ્પેશભાઇ શાહ ઉં.૨૮ ,લાંબી શેરી,ખેડા, (૫) કલ્પેશભાઇ દેવેન્દ્રભાઇ શાહ ઉં.૫૮,લાંબી શેરી,ખેડા, (૬) દિપીકાબેન મહેશભાઇ પટેલ ઉં.૫૪ ઉત્તરસંડા.

ખુંટજના હત્યા કેસના આરોપીને કોરોના થતા હોસ્પિટલ ખસેડાયો

જિલ્લાના મહુધા તાલુકાના ખંૂટજ ગામે ચાર દિવસ અગાઉ થયેલા એક ખૂનકેસનો આરોપી આજે કોરોનાની ઝપેટમાં આવતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ખૂંટજ ગામે ગત્ ૬ટ્વી તારીખને સોમવારે નજીવી બાબતે તકરાર થતા ઇકબાલભાઇ વ્હોરાનું મારામારી દરમ્યાન મોત નિપજ્યું હતું. આથી સ્થાનિકોએ હત્યારા યુવકના ઘર ઉપર પથ્થરમારો કરીને હોબાળો કરતા પોલીસે સાતમી તારીખે ખૂંટજ હત્યા કેસ બાબતે છ ગુનેગારોની ધરપકડ કરી હતી. અને તેઓ મહુધા પોલીસમથકની જેલમાં હતા. જેમાં સોહીલ નઝીરભાઇ વ્હોરાને તબિયત બગડતા કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો. અને તેમને મહુધા પોલીસ મથકેથી ગઇકાલે બિલોદરા સબજેલમાં ઉભા કરાયેલા કોરન્ટાઇલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે તેઓ કોરોના પોઝીટીવ જાહેર થતા મોડી સાંજે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તેમને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Tags :