Updated: Mar 9th, 2023
અમદાવાદ, ગુરુવાર
ગુજરાતમાં કોરોનાના
કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. બુધવારે ૨૩ અને ગુરુવારે ૩૦ એમ બે દિવસમાં કુલ ૫૩ કેસ
સામે આવ્યા છે. રાજ્યમાં હાલ ૧૩૬ એક્ટિવ કેસ છે જ્યારે બે દર્દી વેન્ટિલેટર પર છે.
છેલ્લા ૨૪ કલાકમાં
અમદાવાદમાંથી સૌથી વધુ ૧૨, અમરેલીમાંથી ૬, સુરત-રાજકોટમાંથી ૩, વડોદરામાંથી ૨ જ્યારે
ગાંધીનગર-જુનાગઢ-મહેસાણા-પોરબંદરમાંથી ૧-૧ નવા કેસ નોંધાયા હતા. માર્ચ મહિનામાં જ ગુજરાતમાં
કોરોનાના કુલ ૧૫૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.
રાજ્યમાં હાલ
અમદાવાદમાં સૌથી વધુ ૭૯, રાજકોટમાં ૧૬, વડોદરામાં ૧૦, સુરતમાં ૯, અમરેલીમાં ૭, ગાંધીનગરમાં
૩, મહેસાણા-જુનાગઢ-પોરબંદર-ભાવનગરમાં ૨, બોટાદ-નવસારીમાં ૧-૧ દર્દી કોરોનાની સારવાર
હેઠળ છે. ગુજરાતમાં અત્યારસુધી કુલ ૧૨.૬૬ લાખ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે. કુલ
વેક્સિનેશન ડોઝ હવે ૧૨.૮૦ કરોડ છે.