Get The App

વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો પાકા કામનો કેદી પેરોલ જમ્પ કરી ફરાર

Updated: Mar 20th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો પાકા કામનો કેદી પેરોલ જમ્પ કરી ફરાર 1 - image


- જેલમાંથી 15 દિવસની પેરોલ મંજૂર થતા રજા પર બહાર આવ્યો હતો

- 11 માર્ચના રોજ પુન: સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું હતુ

વડોદરા,તા.20 માર્ચ 2024,બુધવાર

વડોદરા સેન્ટ્રલમાં જેલમાં સજા કાપતા કાચા તથા પાકા કામના કેદીઓ દ્વારા પેરોલ રજા પર ગયા બાદ અવારનવાર ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ નોંધાઇ છે. મધ્યસ્થ જેલમાં પાકા કેદી તરીકે સજા કાપી રહેલા રાકેશ ઉર્ફે  દિનેશ બળવંત ભેદી (રહે. મૈત્રાલ,ઠે.તાડ ફળીયુ,તા.મોરવા હડફ.  જી-પંચમહાલ)ને સંતરામપુર પોલી સ્ટેશનમાં નોંધાયેલા પોકસોના ગુનામાં નોંધાયેલા ગુનામાં વર્ષ 2023માં 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. જેથી એક વર્ષથી સજા  કાપી રહેલી આ પાકા કામના કેદીએ 20 ફેબ્રુઆરીના રોજ 15 દિવસની પેરોલ રજા મંજુર થતાં કેદીને 24 ફેબ્રુઆરીના રોજ પેરોલ રજા પર મુકત કરવામા આવ્યો હતો. કેદીએ રજા પૂર્ણ થતા 11 માર્ચના રોજ હાજર થવાનુ હતું પરંતુ નહી થઇ કેદી ફરાર થઇ ગયો હતો. જેથી રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેદી સામે ફરિયાદ નોંધાઇ છે.

Tags :