Get The App

ગુજરાત યુનિ.માં સંસ્કૃત કમિટીનો વિવાદ : પ્રોફેસર સભ્યનું રાજીનામુ

- શિક્ષણમંત્રીની સંસ્કૃત વિકાસની જ્યાં વાતો થઈ તે

- સંસ્કૃત વિષય કોર્સ કમિટી બન્યાના બે વર્ષે એક પણ મીટિંગ ન મળતા સભ્યએ રાજીનામુ આપતા વિવાદ

Updated: Jul 27th, 2020

GS TEAM

Google News
Google News
ગુજરાત યુનિ.માં સંસ્કૃત કમિટીનો વિવાદ : પ્રોફેસર સભ્યનું રાજીનામુ 1 - image


અમદાવાદ, તા. 27 જુલાઇ, 2020, સોમવાર

શિક્ષણમંત્રીએ થોડા વર્ષ પહેલા જ્યાંથી સંસ્કૃત ભાષાના આગળ વધારવાની અને સંસ્કૃત બોર્ડ બનાવવાની જાહેરાતો કરી હતી ત્યાં જ સંસ્કૃત ભાષાની કમિટીને લઈને વિવાદ થયો છે.કોર્સ કમિટીના સભ્યએ બે વર્ષમાં એક પણ મીટિંગ ન મળતા રાજીનામુ આપી દીધુ છે.

યુનિ.દ્વારા સંસ્કૃ વિષયની અભ્યાસક્રમ કમિટી રચવામા આવી હતી અને જે બે વર્ષ પહેલા જુન મહિનામા રચાઈ હતી.જેમાં વિભાગીય અધ્યક્ષ ઉપરાંત અન્ય પ્રોફેસરો તેમજ આમંત્રિત સભ્યો સહિત 14 સભ્યો રાખવામા આવ્યા હતા.આ કમિટીના આમંત્રિત સભ્ય અને મહિલા પ્રોફેસર તથા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષે ગંભીર ફરિયાદ કરી છે.

તેઓએ યુનિ.ને પત્ર લખીને રાજીનામુ આપી દીધુ છે અને ફરિયાદ કરી છે કે કોર્સ કમિટી બન્યાને બે વર્ષ થઈ ગયા પરંતુ એક પણ મીટિંગ બોલાવાઈ નથી.જેથી આ કમિટીનો જ કોઈ મતલબ નથી.અનેક વાર રજૂઆતો કરવા છતાં ચેરમેન દ્વારા મિટીંગ બોલાવાઈ નથી. સંસ્કૃત વિષયના કોર્સ બાબતે કમિટી જરૂરી છે પરંતુ તેમ છતાં કોઈ પ્રક્રિયા કરાઈ નથી.

Tags :