યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલના પ્રારંભ સાથે અથડામણ,રોયલ ગ્રુપ અને આયસા ગ્રુપ વચ્ચે એક પછી એક હુમલા
symbolic |
યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલના પ્રારંભ સાથે જ વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણના બનાવો થતાં પોલીસે દરમિયાનગિરી કરી છે.
યુનિ.ના રોયલ જૂથ અને આયસા ગુ્રપના વિદ્યાર્થીઓ વચ્ચે ગઇકાલે અથડામણ થઇ હતી અને તેમાં આયસા ગુ્રપના પૂર્વ જીએસ નીતિન બારડને આંખો કાઢીને કેમ જૂએ છે..તેમ કહી રોયલ જૂથના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પેવેલિયન ખાતે તેને માર મારવામાં આવ્યો હતો.
ઉપરોક્ત બનાવ બાદ રોયલ જૂથનો આગેવાન દિપ પટેલ આજે તેના મિત્ર સાથે યુનિ.હોસ્ટેલ પાસે ફૂડ કોર્નર પર નાસ્તો કરી રહ્યો હતો ત્યારે આયસા ગુ્રપના નીતિન બારડ અને તેના આઠેક સાગરીતો ધસી આવ્યા હતા અને લોખંડની પટ્ટી ,લાકડી જેવા મારક હથિયારો વડે હુમલો કર્યો હતો.
પોલીસ આવી જતાં હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.સયાજીગંજ પોલીસે બનાવ અંગે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કોની કોની સામે ફરિયાદ નોંધાઇ
દિપ પટેલ ઉપર થયેલા હુમલાના બનાવ અંગે જેની સામે ફરિયાદ નોંધાઇ છે તેમના નામ આ મુજબ છે.
- નીતિનસિંહ ભરતભાઇ બારડ - જીત ઝાલા - શાંતનુ ચૌહાણ - બલરામ ભટ્ટી અને બીજા ત્રણ યુવકો.