અરણ્યભવન સામે ધરણાં પર બેઠેલા વનરક્ષક અને પોલીસ વચ્ચે ઘર્ષણ


સત્યાગ્રહ છાવણીએથી પોલીસે ખદેડેલા અને

સમગ્ર રાજ્યમાંથી વનપાલ પડતર માંગણીઓને લઇને છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં-આંદોલન ઉગ્ર બનાવાશે

ગાંધીનગર :  ગ્રેડ પે અને રજા પગાર સહિતની વિવિધ માંગણીઓને લઇને છેલ્લા ૧૫ દિવસથી હડતાલ ઉપર ઉતરેલા વનપાલ અને વનરક્ષકોએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. સત્યાગ્રહ છાવણીએથી ખસેડવામાં આવ્યા બાદ આજે વનપાલ અને વનરક્ષકો અરણ્યભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં ધરણાં અને સુત્રોચ્ચારો કર્યા હતા જે સમયે પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા.

ગુજરાત રાજ્યના વનવિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલોની નોકરી વિષયક વિવિધ પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા સ્થાનિક અધિકારીઓથી લઇને સરકાર સમક્ષ રજુઆતોનો દૌર છતા વનરક્ષક અને વનપાલના ગ્રેડ પેમાં વધારો કરવામાં આવતો નથી.વનરક્ષક વર્ગ-૩ને ૨૮૦૦ અને વનપાલને ૪૨૦૦ ગ્રેડ પે આપવા તથા રજા પગાર સ્વરૃપે યોગ્ય વળતર આપવાની માંગણીઓ નહીં સ્વિકારતા વનપાલ અને વનરક્ષકો તા.૬ સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા છે અને જિલ્લા તથા તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો કર્યા બાદ ગઇકાલે સવારથી ગુજરાતભરના ત્રણ હજાર જેટલા વનકર્મીઓએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા હતા અને પોતાની માંગણીઓને બુલંદ કરવા માટે સુત્રોચ્ચારો અને ધરણાં પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું ગઇકાલે મંત્રીઓ કે કોઇ અધિકારીઓ નહીં મળતા આજે પણ આ આંદોલન લંબાવવામાં આવ્યું હતું. ત્યારે આજે અહીંથી વનકર્મીઓને ખદેડવામાં આવતા કર્મચારીઓ અરણ્યભવન પહોંચ્યા હતા જ્યાં પણ સુત્રોચ્ચારો અને ધરણાં કરવામાં આવ્યા હતા. જે દરમ્યાન ઉગ્ર દેખાવો તથા સુત્રોચ્ચારો કરતા પોલીસે બળજબરીપૂર્વક તેમની અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો હતો જે સમયે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.ત્યારે માંગણી નહીં સંતોષાતા હવે આ આંદોલનને પણ ઉગ્ર સ્વરૃપ આપવામાં આવશે તેમ વનપાલ અને વનરક્ષકોએ ચિમકી ઉચ્ચારી છે. 

City News

Sports

RECENT NEWS