અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગ ફેઇલ, ચીનથી પરત ફરેલો ગોધરાનો વિદ્યાર્થી એસએસજી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ
ત્રણ દિવસ પહેલા ચીનથી શરદી-તાવના લક્ષણ સાથે પરત ફર્યો ત્યારે એરપોર્ટ સ્ક્રીનિંગ નહી થતા વિદ્યાર્થી સીધો જ ગોધરા જતો રહ્યો
વડોદરા-ગોધરા,તા.૩૧
કોરોના વાયરસના કારણે ચીનના વિવિધ શહેરોમા ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને હવે પરત લાવવામાં આવી રહ્યા છે.
આ વિદ્યાર્થીઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી મોટી છે અને હવે તેઓ હેમખેમ પરત આવી રહ્યા હોવાથી
તેમના વાલીઓને પણ રાહત થઇ રહી છે આ દરમિયાન ત્રણ દિવસ પહેલા ચીનથી પરત ફરેલ ગોધરાના એક વિદ્યાર્થીને
શરદી-તાવની સમસ્યા થતાં તેને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડમાં દાખલ કરીને તેની તપાસ
કરવામાં આવી રહી છે.
ગુજરાતના ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ ચીનના હુબેઈ,નાનચાંગ જુજીયાંગ સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે.જુજિયાંગ શહેરમાં
મેડિકલનો અભ્યાસ કરતા પંચમહાલ , મહિસાગર અને મહેસાણા જિલ્લાના ૧૦ વદ્યાર્થીઓ ત્રણ દિવસ પહેલા જ
ગુજરાતમાં પરત ફર્યા છે તે પૈકી પંચમહાલ જિલ્લાના ગોધરાનો વિધાર્થી પણ પોતના ઘરે પરત ફર્યો છે. આ વિદ્યાર્થીને
ચીનથી આવ્યો ત્યારે જ તાવ અને શરદીના લક્ષણો હતા. આશ્ચર્યની વાત તો એ છે કે તે અમદાવાદ એરપોર્ટ પરથી પરત
ફર્યો હોવા છતા શરદી-તાવ જેવા ફ્લુના લક્ષણો એરપોર્ટ પર સ્કેન થયા ન હતા.
આ વિદ્યાર્થી અમદાવાદ થી સીધો જ ગોધરા આવી ગયો હતો પરંતુ શરદી તાવના કારણે આ વિદ્યાર્થીએ જાતે જ
એસએસજી હોસ્પિટલમાં તપાસ માટે આવી પહોંચ્યો હતો. અહી તેને આઇસોલેટેડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને
બ્લડ સેમ્પલ સહિતના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. દેવેશ્વરના કહ્યા મુજબ થોડા
દિવસ માટે આ વિદ્યાર્થીને અહી ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવશે અને જો શંકાસ્પદ કશુ નહી મળે તો તેને રજા આપી
દેવામાં આવશે.અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગ ફેઇલ
કોરોના અસરગ્રસ્ત વુહાન શહેરથી હું ૩૦૦ કિ.મી. દૂર રહું છું : ભાણપુરનો વિદ્યાર્થી પરત ફર્યો
મલેકપુર,તા.૩૧
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ભાણપુર ગામના હર્ષ પરેશભાઈ પટેલ આજે ચીનથી હેમખેમ ઘરે પરત
આવ્યો છે.
હર્ષે જણાવ્યું હતું કે તેમનું શહેર જુજીયાંગ કોરોના વાઇરસના સૌથી વધુ અસરગ્રસ્ત વુહાન શહેરથી ૩૦૦કિમિ દૂર છે.
યુનિવસટીઅ વિધાર્થીઓને જણાવ્યું કે રોગ ના કોઈ પણ લક્ષણો ના જણાતા હોય તેવા વિદ્યાર્થીઓ પોતાના વતન પરત
ફરી શકે છે તેથી તે આજે પરત આવ્યો છે અને ઘરે આવ્યા પછી હાશકારો અનુભવે છે. તે અઢી વર્ષથી એમબીબીએસ ના
ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અગાઉ જિલ્લાના તેની સાથે અભ્યાસ કરતાં ૬ જેટલા વિદ્યાર્થીઓ વેકેશનમાં પંદર વીસ
દિવસ અગાઉ પરત ફર્યા છે.