Get The App

છોટાઉદેપુરનો દારૂના ગુનાનો વોન્ટેડ બુટલેગર વડોદરામાંથી પકડાયો

Updated: Mar 30th, 2024

GS TEAM

Google News
Google News
છોટાઉદેપુરનો દારૂના ગુનાનો વોન્ટેડ બુટલેગર વડોદરામાંથી પકડાયો 1 - image

image : Freepik

Liquor Crime in Vadodara : વડોદરા નજીક છોટાઉદેપુર જિલ્લામાં દારૂના ગુનામાં ફરાર આરોપીને નંદેશરી પોલીસે ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસને સોંપવાની તજવીજ કરી છે.

છોટાઉદેપુરના પાનવડ વિસ્તારમાં ચારેક મહિના પછી પોલીસે રૂ.પોણો લાખનો દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. જે ગુનામાં ભગીરથસિંહ ઉર્ફે લાલુ અશ્વિનકુમાર ઝાલા (અનગઢ, તાલુકો વડોદરા) નું નામ ખુલ્યું હતું.

નંદેસરી પોલીસને ટીમને આ બુટલેગર વિશે માહિતી મળતા ગઈકાલે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો. પાનવડ પોલીસ દ્વારા આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Tags :