Get The App

BCAએ મારી કંપનીને જમીન ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે..તેમ કહી રૃ.16.50 લાખ પડાવ્યા

Updated: Aug 5th, 2022

GS TEAM

Google News
Google News
BCAએ મારી કંપનીને જમીન ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે..તેમ કહી રૃ.16.50 લાખ પડાવ્યા 1 - image

વડોદરાઃ  બીસીએ એ મારી કંપનીને જમીન ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે,મોટો  ફાયદો થાય તેમ છે તેમ કહી એક શિક્ષક પાસે રૃ.૧.૧૧ કરોડ પડાવી લીધા બાદ બાકી રહેતા રૃ.૧૬.૫૦ લાખ હજી નહિં ચૂકવતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વીઆઇપી રોડ પર મહાકાળી માતાના મંદિરના કમ્પાઉન્ડમાં એડયુનોવા નામની ઓફિસ ધરાવતા શિક્ષક હરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ મલિકે પોલીસને કહ્યું છેકે,એક વર્ષ પહેલાં મારા મિત્ર શશિકાન્ત યાદવ સાથે મારો પરિચય અલ્પેશ પટેલ સાથે થયો હતો.

અલ્પેશે કહ્યું હતું કે,મારી કંપની ઇન્ટિગ્રિટી કેપિટલ બુટ પ્રા.લિ.ને બરોડા ક્રિકેટ એસોસિએશન ે જમીન ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.જો તમે રૃપિયા રોકશો તો તમને ૪૦ ટકા નફો મળશે.વળી બીજી એક જમીન બે ત્રણ મહિનામાં જ પલટાવી દઇને રૃપિયા કમાઇ લઇશું.

અલ્પેશ,તેની પત્ની પ્રિતિકા પટેલ અને શશીકાન્તે ત્યારબાદ મારી પાસે રૃ.૧.૧૧ કરોડ પડાવ્યા હતા.આ રકમ મેં સોનુ મૂકી તેમજ વ્યાજે લઇ લીધી હતી.પરંતુ ત્યારબાદ અલ્પેશ બહાના બતાવતો હોવાથી મને શંકા ગઇ હતી.જેથી આ અંગે જિલ્લાની એલસીબીની અરજી આપતાં અલ્પેશે રૃપિયા અને ચેકો પરત કર્યા હતા.પરંતુ હજી રૃ.૧૬.૫૦લાખ ચૂકવતો નથી અને બહાના બતાવી રહ્યો છે.અલ્પેશને આવો કોઇ કોન્ટ્રાક્ટ પણ બીસીએએ નહિં આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઉપરોક્ત  બનાવ અંગે હરણી પોલીસે અલ્પેશ પટેલ,તેની પત્ની પ્રતિકા પટેલ (બંને રહે.રત્નકુંજ હાઇટ્સ,વાઘોડિયા રોડ મૂળ રહે. ગણેશપુરા,તા.વાઘોડિયા) તેમજ શશીકાન્ત દયારામ યાદવ (રહે.વૃન્દાવન સોસાયટી, રણોલી) સામે ગુનો નોંધ્યો છે.

Tags :