Get The App

ઝુુમ મીટીંગ દ્વારા આઇપીએલ પર સટ્ટો રમતા છ બુકીઓની ધરપકડ

સ્થળ પરથી દારૂની બોટલો મળી આવી

જગતપુરમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં દરોડો ઃ દિલ્હીના બુકીઓની સંડોવણી બહાર આવીઃ પોલીસને મોટાપ્રમાણમાં આર્થિક વ્યવહારોની વિગતો મળી

Updated: Apr 15th, 2024

GS TEAM

Google News
Google News
ઝુુમ મીટીંગ દ્વારા આઇપીએલ પર સટ્ટો રમતા છ બુકીઓની ધરપકડ 1 - image

અમદાવાદ, સોમવાર

ચાંદખેડા પોલીસે રવિવારે સાંજે જગતપુર રોડ પર આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને આઇપીએલ સટ્ટો રમતા છ બુકીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા બુકીઓ  દિલ્હીના બુકીઓ સાથે મળીને  ઝુમ એપ્લીકેશનથી ઓનલાઇન જોડાઇને સટ્ટો રમતા હતા. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ એન જી સોલંકી અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે  જગતપુર રોડ પર સેવી સ્વરાજ એપાર્ટમેન્ટ સામે આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં કેટલાંક બુકીઓ મોટાપાયે આઇપીએલ પર સટ્ટો રમે છે. જેના આધારે દરોડો પાડીને તપાસ કરતા  પ્રવિણ ઘાંચીના ફ્લેટમાં  કેટલાંક લોકો લેપટોપ અને મોબાઇલ ફોન દ્વારા સટ્ટો રમતા હતા. સાથેસાથે ઝુમ મીટીંગથી ઓનલાઇન કેટલાંક લોકો જોડાયેલા હતા. આ અંગે પોલીસે મકાનમાં સટ્ટો રમાડતા બુકી પ્રવિણ ઘાંચી, દિપક કુમાર (રહે. આકાંક્ષા એપાર્ટમેન્ટ)આશીષ પાલીવાલ (રહે. પેસીફીકા એપાર્ટમેન્ટ, વૈષ્ણોદેવી સર્કલ), યતીન ખુરાના  હરેન્દ્ર ડીંડેલ ,બંસત કુમાર  હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે રાહુલ ચોરસિયાવિન્નીસુદીપ જૈન, અરૂણ નામના બુકી ઓનલાઇન ઝુમ મીટીંગમાં જોડાઇને સટ્ટો રમતા હતા.પોલીસે સ્થળ પરથી પાંચ લેપટોપ, ૧૭ મોબાઇલ ફોન તેમજ હિસાબની ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :