કલોલમાં ગૌહત્યાનો ભેદ ઉકેલાયો પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા
ગૌમાંસની હેરફેર માટે બાળકોનો ઉપયોગ કરાયો
બે વાહનો અને સીએનજી રિક્ષા સહિત ૪.૬૫ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો
કલોલ : કલોલમાં ગૌહત્યાના કૃત્યને અંજામ આપનાર ગેંગને કલોલ તાલુકા પોલીસે ઝડપી પાડી હતી. થોડા સમય અગાઉ કલોલના ખોરજાપરા પાસે કપાયેલી હાલતમાં ગૌવંશ મળી આવ્યો હતો.જેને પગલે ગ્રામજનોએ આરોપીઓને ઝડપી લેવા રજૂઆત કરી હતી. પોલીસે ચોક્કસ બાતમીને આધારે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી તેમજ વાહન સહિત ૪.૬૫ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ અન્ય ત્રણ આરોપીઓને શોધવાની કામગીરી હાથ ધરી છે.
કલોલ તાલુકાના ખોરજાપરા ગામ પાસે છેલ્લા કેટલાય દિવસથી
ગૌમાંસ મળી આવવાનો ઘટના ક્રમ ચાલુ રહ્યો હતો. રાત્રી દરમિયાન અજાણ્યા ઈસમો આવીને
ગૌમાંસ નાખી જતા હતા. જેને પગલે આસપાસના ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. ગૌવંશને
ખુલ્લામાં નાખી દેવામાં આવતા લોકોની ધામક લાગણીઓ દુભાઈ હતી જેને પગલે ગ્રામજનોએ
કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓને ઝડપી લેવા માટે રજૂઆત કરી હતી. ઘટનાની જાણ
થતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા
હતા.
કલોલ તાલુકા પોલીસે ગૌહત્યાના આરોપીઓને ઝડપી લેવા સર્વેલન્સ
સ્ટાફને કામે લગાડયો હતો પોલીસે બાતમી અને
ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરાવતા માહિતી મળી હતી કે બુરહાનુદ્દીન કુરેશી
રહે.અમદાવાદ મિરઝાપુર માર્કેટમાં ગૌમાંસનું વેચાણ કરે છે જેને પગલે આ ઇસમને ઝડપી
લઈ પૂછપરછ કરતા તેની અન્ય ઈસમોના નામ આપ્યા હતા. જેથી પોલીસે છત્રાલના બે તેમજ
કડીના એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે ત્રણ આરોપી પોલીસ પકડથી દૂર રહ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ગાય કાપવા માટેની જગ્યાની
રેકી કરી ગાડીનો ઉપયોગ કરીને કલોલ શહેર અને છત્રાલ જીઆઇડીસીમાંથી બિન વારસી ભટકતી
ગાયો ઉપાડી લઈ ગૌહત્યા કરી ગૌમાંસની હેરાફેરી તેમજ વેચાણ કરતા હતા. આ કામગીરીમાં
બાળકોનો પણ ઉપયોગ કરાતો હતો. એક વર્ષ અગાઉ ઇસંડ રોડ ઓએનજીસીના વેલ પાસે આરોપીઓએ
સાથે મળીને કરેલ ગૌહત્યાની કબુલાત કરી હતી. જેથી તેમની અટકાયત કરાઈ હતી. પોલીસે બે
ગાડી, સીએનજી
રીક્ષા તેમજ મોબાઇલ મળીને કુલ ૪.૬૫ લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો તેમજ બાકીના
આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓના નામ
(૧)
બુરહાનુદ્દીન મોહમ્મદ યાસીન કુરેશી રહે.અમદાવાદ
(૨) નાસીર
મિયા સફિનમિયા પઠાણ રહે.છત્રાલ
(૩)
યાસીફખાન હયાતખાન કુરેશી રહે.છત્રાલ
(૪)
ઈનાયતખાન અસબાબ ખાન સૈયદ રહે.કડી
(૫) એક
બાળ આરોપી
પકડવાના બાકી આરોપીઓના નામ
(૧)
શાહરુખ ઉર્ફે ઘઉ રહે.કડી
(૨) સલમાન
કુરેશી રહે.બાપુનગર
(૩) આસિફ
ઉર્ફે પુંજી રહે,બાપુનગર