વડોદરામા સી.એ.ની તૈયારી કરતા વિદ્યાર્થીનો ૧૦મા માળેથી પડતું મૂકી આપઘાત
ભાયલીના માઇલસ્ટોન બિલ્ડિંગનો બનાવ, આપઘાત કરનાર પ્રતીક ગુપ્તા મેડિકલ ઓફિસર માતા અને ખાનગી કંપનીમાં મેનેજર પિતાનું એક માત્ર સંતાન હતો
વડોદરા,તા.૦૬ ફેબુ્રઆરી ૨૦૨૦, ગુરૃવાર
શહેરના વાસણા ભાયલી વિસ્તારમાં આવેલા એક બહૂમાળી બિલ્ડિંગમાં રહેતા સી.એ.ના વિદ્યાર્થીએ બુધવારની મોડી રાત્રે
૧૦મા માળેથી પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. ડોક્ટર માતા અને ખાનગી કંપનીમાં મેનેજર પિતાનો આ એકનું
એક સંતાન હતું. સી.એ.ની પરીક્ષામાં નિષ્ફળ જવાના ડરથી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોરવા વિસ્તારમાં ગેંડા સર્કલ પાસે, ગુંજન ટાવરમાં આવેલ જી.ઇ. ઇલેક્ટ્રોનિક્સ કંપનીમાં મેનેજર
તરીકે ફરજ બજાવતા રાજેશ કાંતિપ્રસાદ ગુપ્તા તેમના પત્ની દિપ્તી અને પુત્ર પ્રતીક (ઉ.૨૧) સાથે વાસણા ભાયલી રોડ
પર આવેલ માઇલ સ્ટોન એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે રહે છે. રાજેશભાઇના પત્ની દિપ્તીબેન ડોક્ટર છે અને રેસકોર્સ સર્કલ
પાસે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમનો પુત્ર પ્રતીક સી.એ.ની તૈયારી કરી
રહ્યો હતો.
દરમિયાન બુધવારે રાત્રે આ પરિવાર જમીને ઊંઘવા જતો રહ્યો હતો. પ્રતીક તેના બેડરૃમમાં ગયો હતો. અનુમાન એવુ
લગાવવામાં આવી રહ્યું છે કે રાત્રીના બે થી અઢી વાગ્યાના અરસામાં પ્રતીક તેના ફ્લેટમાંથી બહાર નીકળ્યો હશે અને ૧૦
માળના બિલ્ડિંગના ધાબા પર ગયો હશે. જે બાદ પ્રતીકે ધાબા પરથી નીચે ઝંપલાવ્યુ હશે. બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડે
આવીને જાણ કરી ત્યારે પ્રતીકના માતા પિતાને આ ઘટનાની જાણ થઇ હતી પરંતુ ઘણુ મોડુ થઇ ગયુ હતુ પ્રતીકનું ઘટના
સ્થળે જ મોત થયુ હતુ.
અડધી રાત્રે સિક્યોરિટી ગાર્ડે ડોરબેલ વગાડીને જગાડયા અને કહ્યું કે સર, પ્રતીક ભૈયા નીચે લહૂ મે પડે હે જલ્દી દોડ કે ચલો....
મેડિકલ ઓફિસર માતાનો વિલાપ 'મે હજારો લોકોના જીવ બચાવ્યા... મારા જીવને જ બચાવી ના શકી
બુધવારે રાત્રે અઢી વાગ્યાના અરસામા રાજેશ ગુપ્તા અને ડો.દિપ્તી ગુપ્તા ભર ઊંઘમાં હતા ત્યારે અચાનક ડોરબેલ
વાગ્યો હતો. દરવાજો ખોલીને જોયુ તો સામે સિક્યોરિટી ગાર્ડ હતો. રાત્રે અઢી વાગ્યે સિક્યોરિટી ગાર્ડ કેમ આવ્યો હશે એમ
વિચારે તે પહેલા તો સિક્યોરિટી ગાડે હાંફળા ફાંફળા થતા કહ્યું કે 'સર પ્રતીક ભૈયા નીચે લહૂ મે પડે હે જલ્દી દોડ કે
ચલો...'
તે સાથે જ રાજેશ ગુપ્તા અને દિપ્તી ગુપ્તા દોડીને નીચે પહોંચ્યા તો દ્રશ્ય જોઇને બન્નેના હોશકોશ ઉડી ગયા હતા. એકના
એક પુત્રને લોહીની ખાબોચીયામાં પડેલો જોઇને માતા પિતા પર આભ તૂટી પડયુ હતુ અને ડો.દિપ્તીબેનની ચીસથી આખુ
બિલ્ડિંગ જાગી ગયુ હતું. લોહીના ખાબોચીયામાં પડેલા નિષ્પ્રાણ પુત્રને જોઇને દિપ્તીબેને આક્રંદ કરતા કહ્યું હતું કે મે
હજારો લોકોના જીવ બચાવ્યા... મારા જીવને જ બચાવી ના શકી'