Get The App

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો, સી.આર. પાટિલને કોંગ્રેસ પ્રમુખ ગણાવ્યા

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો, સી.આર. પાટિલને કોંગ્રેસ પ્રમુખ ગણાવ્યા 1 - image

અમદાવાદ, તા. 25 જુલાઈ 2020, શનિવાર

કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપનું દામન થામનારા મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મનોમન હજુ કોંગ્રેસ છોડીના હોય તેમ જણાઈ રહ્યું છે. બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટતા આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલને કોંગ્રેસ પ્રમુખ ગણાવી દીધાં. વટાણાં વેરવામાં આટલું ઓછું હોય તેમ બ્રિજેશ મેરજાએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગણાવ્યા હતા. 

જે બાદ બાજુમાં  બેસેલા ભાજપના નેતા આઈ.કે. જાડેજાએ ભૂલ યાદ અપાવતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ નહી ભાજપના..! અને તે બાજ મેરજાએ પોતાની ભૂલ સુધારી હતી.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં 60 જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. આજે યોજાયેલ કાર્યકર્મમાં આઈ કે જાડેજા અને મંત્રી સૌરભ પટેલની આગેવાનીમાં માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને બે મોરબી તાલુકા પંચાયતના 2 સભ્યો સહિત 60 જેટલા આગેવાનો ભાજપ પ્રવેશ કર્યો હતો અને તેના કાર્યક્રમમાં બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો.

અક્ષર પટેલ, જેવી કાકડિયાને પણ આવી ચુકી છે કોંગ્રેસની યાદ

આવું પહેલીવાર નથી કે કોંગ્રેસમાંથી ભાજપના જોડાયેલા નેતાએ આ પ્રકારની ભૂલ કરી હોય. આ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અક્ષર પટેલ અને જેવી કાકડિયા પણ આવું નિવેદન આપી ચુક્યા છે. અક્ષર પટેલે ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મહાનસપૂત ગણાવી દીધાં હતા. જ્યારે જેવી કાકડિયાએ મંચ પરથી ભાંગરો વાટ્યો હતો કે, હું ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યો છું. તેમના આ નિવેદનથી ભાજપના નેતાઓ ચોંકી ગયા હતા અને મંચ પર જ તેમની ભૂલ સુધરાવી હતી.

Tags :