Gujarat

ભાજપે પ્રદેશ કોર ગૂ્રપ અને પાર્લામેન્ટ્રી બોર્ડની રચના કરી

By GS Team
21 Jan 20222 mins read
This article was originally published on 21 Jan 2022
ભાજપે પ્રદેશ કોર ગૂ્રપ અને પાર્લામેન્ટ્રી બોર્ડની રચના કરી

પક્ષીય નિર્ણય અને ટિકિટ નક્કી કરવા કોર કમિટી નિમાઇ

પાર્લામેન્ટ્રી બોર્ડમાં રૂપાણી સરકારના ચાર મંત્રીઓનો સમાવેશ, કોર કમિટીનું ગઠન રાજકીય દ્રષ્ટિએ સૂચક 

પાટીલ ઉપરાંત રત્નાકર, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી,શંકર ચૌધરી,વિનોદ ચાવડા કોર કમિટીમાં 

અમદાવાદ : ગુજરાત ભાજપ ઇલેક્શન મોડમાં આવ્યું છે. ગઇકાલે હજુ તો  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બોર્ડ નિગમોના ચેરમેનોના રાજીનામા માંગી  લીધા હતાં ત્યારે આજે ફરીએક વાર પ્રદેશ પ્રમુખપાટીલે ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે જ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશ પ્રદેશ કોર ગુ્રપ  ઉપરાંત પાર્લામેન્ટ્રી બોર્ડની સત્તાવાર જાહેરાત કરી હતી. 

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 12 સભ્યોનો પ્રદેશ કોર ગુ્રપમાં સમાવેશ કરાયો છે જયારે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત રૂપાણી સરકારના ત્રણ મંત્રીઓને સમાવાયા છે. આમ, વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોર ગુ્રપનુ ગઢન રાજ્કીય દ્રષ્ટિએ ખુબ જ સૂચક મનાઇ રહ્યુ છે. 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પર નજર રાખવા પાટીલે પ્રદેશ કોર ગુ્રપની રચના કરી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત રત્નાકર, જીતુ વાઘાણી, ભાર્ગવ ભટ્ટ, શંકર ચૌધરી, ગણપત વસાવા,  હર્ષ સંઘવી, રંજનબેન પટેલ, પ્રદિપસિંહ વાઘેલા અને રજની પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઇ પણ નિર્ણય કરવા માટે કારોબારી બોલાવવી પડતી હતી.એટલું જ નહીં, 40 સભ્યોની સહમતિ લેવામાં આવતી હતી. હવે માત્ર 12 સભ્યોનું પ્રદેશ કોર ગુ્રપ પક્ષીય નિર્ણય લેશે. 

માત્ર કારોબારીમાં જે તે નિર્ણયની મંજૂરી લેવાશે. વિધાનસભાની ચૂંટણીમાં કોને ટિકિટ આપવી તે પણ કોર ગુ્રપ જ નક્કી કરશે. વિધાનસભાની ચૂંટણીને આડે હજુ 11 મહિનાની વાર છે ત્યારે કોર કમિટીનું ગઠન કરવુ એ રાજકીય દ્રષ્ટિએ ખુબ જ સૂચક મનાઇ રહ્યુ છે.

આ ઉપરાંત પાર્લામેન્ટ્રી બોર્ડમાં પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ કૃષિ મંત્રી આર.સી.ફળદુ, કેન્દ્રીય કૃષિ મંત્રી પુરષોત્તમ રૂપાલા, પૂર્વ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જશવંતસિંહ ભાભોર, સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ મેયર કાનાજ ઠાકોર ઉપરાંત મહિલા મોરચાના ડો.દિપિકા સરગડાનો સમાવેશ કર્યો છે. આમ, ગુજરાત ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં મિશન-182 પાર પાડવા માટે પૂરજોશમાં તૈયારીઓ આદરી છે. 

પ્રદેશ કોર ગુ્રપ

સી.આર.પાટીલ

ભૂપેન્દ્ર પટેલ

રત્નાકર

જીતુ વાઘાણી

હર્ષ સંઘવી

ભાર્ગવ ભટ્ટ

રજની પટેલ

પ્રદિપસિંહ વાઘેલા

વિનોદ ચાવડા

શંકર ચૌધરી

ગણપત વસાવા

રંજનબેન ભટ્ટ


પાર્લામેન્ટ્રી બોર્ડ 

સી.આર.પાટીલ

ભૂપેન્દ્ર પટેલ

પરુષોતમ રુપાલા

વિજય રુપાણી

નિતિન પટેલ

આર.સી.ફળદુ

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રત્નાકર

જશવંતસિંહ ભાભોર

રાજેશ ચુડાસમા

કાનાજી ઠાકોર

કિરીટ સોલંકી

ડો.દિપીકા સરડવા