વડોદરા : બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં રોયલ અને રિવાઇવલ જૂથે સમાધાન કરી લેતા તમામ ૩૧ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આજે મળેલી એજીએમમાં નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. બીજી ટર્મ માટે ચૂંટાયેલા પ્રમુખ પ્રણવ અમીને કોટંબી ખાતે તૈયાર થઇ રહેલા સ્ટેડિયમના કામને જુન સુધીમાં પૂર્ણ કરીને વડોદરા માટે ઇન્ટરનેશનલ મેચો લાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
સ્ટેડિયમ અને ક્રિકેટના વિકાસ માટે અમારે પણ લોકલ ગવર્નમેન્ટની જરૃર છે, સ્ટેડિયમ બની ગયું છે એટલે મેમ્બરશિપ વધારવા વિચારી શકાય
ઉલ્લેખનીય છે કે આઇપીએલના અને બીસીએના પૂર્વ ચેરમેન ચિરાયુ અમીન અને સમરજીતસિંગ ગાયકવાડ સહિતના બીસીએના આગેવાનોએ એજીએમમાં હાજરી આપીને સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી હતી.
લોઢા કમિટી મુજબનું બંધારણ અમલ કરવામા બે વર્ષ કેમ લાગ્યા, એપેક્સ કાઉન્સિલની દરેક બેઠકની તથા એજીએમની મિનિટ્સ સભ્યોને અપાતી નથી
ગત ટર્મમાં સસ્પેન્ડ કરાયેલા સેક્રેટરી પરાગ પટેલે બીસીએના સંવિધાનનો મુદ્દો જરૃર ઉઠાવ્યો હતો.તેમણે પ્રમુખને પુછ્યુ હતુ કે સુપ્રિમ કોર્ટે બે વર્ષ પહેલા લોઢા કમિટીના સૂચનો મુજબનું બંધારણ અમલ કરવા માટે કહ્યું હોવા છતા બીસીએ દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી.
પરાગ પટેલે એમ પણ પુછ્યુ હતુ કે 'મારા સસ્પેન્સન અંગે મે માગેલો ખુલાસો પણ આપવામા આવ્યો નથી. એપેક્સ કાઉન્સિલની દરેક બેઠકની તથા એજીએમની મિનિટ્સ મે માગી હોવા છતા બે વર્ષથી અપાઇ નથી' જો કે આ બાબતે પ્રમુખ પ્રણવ અમીને પરાગને કોઇ જવાબ આપ્યો નહતો ફક્ત એટલુ જ કહ્યું હતુ કે તમે એજીએમનો સમય બગાડી રહ્યા છો'
બીસીએના નવા હોદ્દેદારો
પ્રેસિડેન્ટ - પ્રણવ અમીન
વાઇસ પ્રેસિડેન્ટ - અનંત ઇન્દુલકર
સેક્રેટરી - અજીત લેલે
જોઇન્ટ સેક્રેટરી - અકિન શાહ
ટ્રેઝરર - શિતલ મહેતા
એપેક્સ કાઉન્સિલ -
૧) અક્ષત પટેલ
૨) ચંદ્રકાંત શેઠ
૩) કલ્યાણ હરિભક્તિ
૪) રશ્મી શાહ
૫) વિપુલ શાહ


