Get The App

ટ્રેનમાં માથા નીચે બેગ મૂકીને ઊઘી ગયેલી મહિલાએ 1.62 લાખની મત્તા ગુમાવી

Updated: Mar 27th, 2024

GS TEAM


Google News
Google News
ટ્રેનમાં માથા નીચે બેગ મૂકીને ઊઘી ગયેલી મહિલાએ 1.62 લાખની મત્તા ગુમાવી 1 - image

image : Freepik

- કોઈ ગઠિયો સોનાના દાગીના, 60 હજાર રોકડા, મોબાઈલ મુકેલ બેગ ઉઠાવી ગયો

વડોદરા.27 માર્ચ 2024,બુધવાર

રાજસ્થાનના બાલી તાલુકાના કોટ બાલિયન ખાતે રહેતી સીમા વિનોદકુમાર સેન રાણકપુર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં મુસાફરી કરી ફાલનાથી મુંબઈ જતી હતી. રાત્રિ મુસાફરી હોવાથી તેઓ પોતાની હેન્ડબેગ માથા નીચે મૂકી ઊઘી ગયા હતા. વડોદરા રેલવે સ્ટેશન આવતા તેઓ ઉઘમાંથી જાગ્યા ત્યારે માથા નીચે મૂકી રાખેલ હેન્ડબેગ ગાયબ હતી. આ બેગમાં સોનાનાં ઘરેણાં, 60 હજાર રોકડ, મોબાઈલ મળી કુલ 1.62 લાખની મત્તા હતી. આ અંગે સીમા સેને રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :