ફતેપુરામાં જૂના ઝઘડાની અદાવતે યુવક પર હુમલો
રાત્રે બે વાગ્યે બેટ અને લાકડી વડે ઘરમાં ઘૂસીને માર માર્યો
વડોદરા,તા,8,ફેબ્રુઆરી,2020,શનિવાર
ફતેપુરા ભાંડવાડાની ગલીમાં રહેતા રીક્ષા ડ્રાઇવર પર જૂના ઝઘડાની અદાવત રાખી હુમલો કરનાર ચાર આરોપી વિરૃધ્ધ વારસીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, ફતેપુરા ભાંડવાડામાં રહેતો ફારૃક કાસમભાઇ શેખ રીક્ષા ડ્રાઇવીંગ કરે છે. ગત છઠ્ઠી ફેબુ્રઆરી રાત્રે બે વાગ્યે જાફર ઐયુબભાઇ પઠાણ રીક્ષા ડ્રાઇવરના ઘરે આવ્યો હતો. તે અમારી સાથે અગાઉ કેમ ઝઘડો કર્યો હતો ? તેવું જણાવીને જાફરે ટાઇલ્સનો ટુકડો રીક્ષા ડ્રાઇવરને માથામાં મારી દીધો હતો. જાફરનો ભાઇ યુનુસ, અજીમ તથા મોનીન અનસારી પણ દોડી આવ્યા હતા. અજીમે બેટથી, મોનીન તથા યુનુસે લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હુમલાખોરોએ ધમકી આપી હતી કે આજે તો તુ બચી ગયો છે પણ તને જાનથી મારી નાંખીશુ. વારસીયા પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.