app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

ફાયરિંગ અને નાણા કઢાવવાના ગુનામાં સંડોવાયેલા શખ્સની પાસા તળે ધરપકડ

Updated: Aug 6th, 2023


ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં

દેશી તમંચા અને કારતુસ સાથે આરોપીને પકડી લેવાયો હતો : પોલીસે પાસા અંતર્ગત રાજકોટની જેલમાં ધકેલ્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ક્રાઇમ ઘટાડવા માટે માથાભારે આરોપીઓ સામે પાસા ધારા હેઠળ કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. તેના અંતર્ગત ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ફાયરિંગ, બળજબરીથી નાણાં કઢાવવા અને ખુની કોશિષ જેવા ગુના આચરી ચૂકેલા તથા વર્ષ ૨૦૨૨માં પકડાયેલા આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીને રાજકોટ જેલમાં મોકલી આપાયાનું પોલીસે જણાવ્યું છે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટરના જણાવવા પ્રમાણે પાટનગરમાં સેક્ટર ૬માં પ્લોટ નંબર ૫૯૬-૨માં રહેતા મુળ મહેસાણાના વડુસ્મા ગામના વતની ગૌરવ રાજેશભાઇ વાઘેલાની ગંભીર ગુનાઓ સબબ ધરપકડ કરવામાં આવેલી હોય તેની સામે પાસા ધારા હેઠળ કાર્યવાહી કરવા માટે કરવામાં આવેલી દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવી હતી. જેના પગલે આરોપીને રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.પોલીસના જણાવવા પ્રમાણે ગત જુન મહિનામાં આરોપીએ એક આસામીને મળવા બોલાવી ધોકા અને બેટથી માર મારી બળજબરીથી તેની પાસેથી નાણા કઢાવ્યા હતાં અને વધુ રૃપિયા ૧ લાખ ન આપે તો ખુન કરી નાંખવાની ધમકી આપી હતી.  જ્યારે મહાસાણાના લંધણજ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે સાગરિતો સાથે મંડળી રચીને ફાયરિંગ કરી ખુનની કોશિષ કરવા સંબંધમાં ગુનો દાખલ થયેલો છે.

Gujarat