વૃદ્ધને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો
વટવામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના
સિવિલ હોસ્પિટલમાંલઇ જતા સારવાર દરમિયાન મોત
અમદાવાદ,મંગળવાર
પૂર્વ વિસ્તારમાં અકસમાતમાં મોત તથા હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે, વટવા ચાર માળિયા મકાન પાસે વૃદ્ધ ચાલતા જતા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલા છોટા હાથીનો ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. વૃદ્ધનું સારવાર દરમિયાને મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતા બેભાન હાલતમાં એલ.જી. બાદ સિવિલ હોસ્પિટલમાંલઇ જતા સારવાર દરમિયાન મોત
આ કેસની વિગત એવી છે કે વટવા ચાર માળિયા મકાનમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતાવૃદ્ધ ગઇકાલે જમીને રાત્રે ૯ વાગે ઘર બહાર ચાલવા ગયા હતા અને વટવા રેલવે બ્રિજથી બચુભાઇ ચોકડી તરફ જતા હતા આ સમયે મહાકાળી પાનના ગલ્લા પાસે પૂર ઝડપે આવી રહેલા છોટા હાથી ચાલક તેઓને ટક્કર મારીને નાસી ગયો હતો.
વૃદ્ધને એમ્બ્યુલન્સમાં સારવાર માટે પ્રથમ એલ.જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતું માથામાં ગંભીર ઇજા થઇ હાવાથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી આસપાસના વિસ્તારની ફેકટરીઓના સીસીટીવી ફૂટેજ આધારે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.