FOLLOW US

વડોદરાની વૃદ્ધાએ શ્રીલંકા ટુર માટે ઓનલાઇન ટિકિટ બુકિંગમાં 60 હજાર ગુમાવ્યા

Updated: May 26th, 2023

                                                                            image : freepik

વડોદરા,તા.26 મે 2023,શુક્રવાર

વડોદરાની વૃદ્ધાએ શ્રીલંકા ટુર માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવતા અજાણ્યા ભેજાબાજોએ રૂ. 60 હજારની રકમ પડાવી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. અત્રે નોંધનીય છે કે, વૃદ્ધા ઉત્સાહ સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચતા ટિકિટ બોગસ હોવાનું બહાર આવ્યું હતું.

શહેરના વાસણા રોડ ખાતે રહેતા 64 વર્ષીય સુધાબેન ઠક્કરએ ફરિયાદમાં કહ્યું હતું કે, ગાંધીનગર ખાતે રહેતી મારી બહેન વિભા ઠક્કરએ શ્રીલંકા ફરવા માટે રીઓન ટુર એન્ડ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ વેબસાઈટ ઉપર ઓનલાઈન એર ટિકિટ બુક કરાવવા જણાવ્યું હતું. જેથી આ સાઇડ ઉપર ટિકિટ બુકિંગની પ્રોસેસ કરતા સામેવાળી વ્યક્તિએ પોતાનો પરિચય કંપનીના કર્મચારી હરિશસિંગ તરીકે આપ્યો હતો. અને તેના જણાવ્યા અનુસાર શ્રીલંકા પ્રવાસ માટે એર ટિકિટના રૂ.60 હજારની રકમ ઓનલાઇન જમા કરાવી હતી. ત્યારબાદ તેણે ઓનલાઈન ટિકિટ મોકલી આપી હતી. જે 17 ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી ચેન્નઈ તથા ચેન્નઈથી કોલંબો સુધીની હતી. જેથી અમદાવાદ એરપોર્ટ એર ટિકિટ દર્શાવતા તે ટીકીટ ડુબલીકેટ હોવાનું બહાર આવ્યું હતું. અને કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપનાર હરિશસિંગનો સંપર્ક ન થતા છેતરપિંડીની જાણ થઈ હતી. ઉપરોક્ત બનાવ સંદર્ભે ફરિયાદના આધારે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Gujarat
IPL-2023
Magazines