ટીંટોડા ગામ પાસે બાઇક સ્લિપ ખાઇ જતા ઘાયલ યુવાનનું મોત નિપજ્યું


ગાંધીનગરના માર્ગો ઉપર વધતા અકસ્માતો વચ્ચે

કલોલની કંપનીમાં કામ કરતો યુવાન શેરથા તરફ જઇ રહ્યો હતો તે દરમ્યાન અકસ્માતની ઘટના બની

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ટીંટોડા શેરથા માર્ગ ઉપર બાઇક લઇને પસાર થતા યુવાનનું બાઇક સ્લિપ ખાઇ ગયું હતું અને શરીરમાં ગંભીરરીતે ઇજાઓ પહોંચતા ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ મામલે પેથાપુર પોલીસે ગુનો ગાખલ કરીને તપાસ આદરી હતી.

જિલ્લાના હાઇવે માર્ગોની સાથે આંતરિક માર્ગો પણ ધીરે ધીરે અકસ્માતના સ્પોટ બની રહ્યા છે આંતરે દિવસે કોઇના કોઇ માર્ગ ઉપર વાહન અકસ્માતમાં મોતની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે શહેર નજીક ટીંટોડા શેરથા હાઇવે માર્ગ ઉપર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં એક યુવાનનું મોત નિપજ્યું છે. આ મામલે મળતી વિગતો પ્રમાણ, ટીંટોડામાં રહેતો ૨૦ વર્ષિય યુવાન જયેશજી કાળાજી ઠાકોર કલોલમાં સઇજ ખાતે આવેલી કંપનીમાં નોકરી કરતો હતો અને તે બાઇક લઇને ટીંટોડાથી સઇજ તરફ જઇ રહ્યો હતો તે દરમ્યાન ટીંટોડા જોગણી માતાના મંદિર પાસે જયેશનું બાઇક સ્લિપ ખાઇ ગયું હતું જ્યાં તેના શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેની તબીયત લથડતા અમદાવાદ સિવિલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ગઇરાત્રે તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 

City News

Sports

RECENT NEWS