Get The App

અંબાજી ISO સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું પ્રથમ યાત્રાધામ બન્યું

- સુવિધા-સંચાલન જેવી બાબતોને ધ્યાનમાં લઇને બ્રિટિશ સંસ્થા દ્વારા આ સર્ટિફિકેટ અપાય છે

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News
અંબાજી ISO સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું પ્રથમ યાત્રાધામ બન્યું 1 - image


અમદાવાદ, તા. 23 જુલાઇ, 2020, ગુરૂવાર

કરોડો માઇભક્તોની શ્રદ્ધા આસ્થાના કેન્દ્ર આદ્યશક્તિ પીઠ અંબાજી ધામ હવે ISO 9001:2015 સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું સૌપ્રથમ યાત્રાધામ બન્યું છે. 

બનાસકાંઠા જિલ્લામાં આવેલા આદ્યશક્તિ પીઠ અંબાજી મંદિરની આ પ્રમાણપત્ર માટે પસંદગી કરવામાં આવી તેમાં સમગ્ર મંદિર પરિસરનું આયોજનબદ્ધ સંચાલન, ગબ્બર પરની સુવિધાઓ, પ્રસાદ-અન્ય ખાદ્ય સામગ્રી, યાત્રી નિવાસ સગવડતાઓના સરળ સંચાલન, અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન-સેવાકીય પ્રવૃત્તિઓ જેવી બાબતો આવરી લેવામાં આવી છે.

ઇન્ટરનેશનનલ ઓર્ગેનાઇઝ્ડ ફોર સ્ટાન્ડાર્ડાઇઝેશન (આઇએસઓ) એ બ્રિટનનું સંગઠન છે અને તેના દ્વારા જે-તે સંગઠનો-સંસ્થાનોને તેની ગુણવત્તાયુક્ત સેવાઓ, પર્યાવરણ જાળવણીના ઉપાયો તથા સુરક્ષા-સલામતીની સર્વગ્રાહી બાબતોના મૂલ્યાંકનના આધારે આઇએસઓ સર્ટિફિકેશન માટેની પસંદગી આ સંસ્થા કરે છે. 

ગાંધીનગર ખાતે  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપ ઠાકોર-વિભાવરીબહેન દવેની ઉપસ્થિતિમાં પ્રવાસન-યાત્રાધામ સચિવ મમતા વર્મા-આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ-બનાસકાંઠાના કલેક્ટર સંદીપ સાંગલેને ISO 9001:2015 સર્ટિફિટ એનાયત કર્યું હતું. આ સર્ટિફિકેટ 3 વર્ષ માટે માન્ય રહે છે. દર વર્ષે સર્વેલન્સ ઓડિટ દ્વારા જે-તે સુવિધાઓની ગુણવત્તામાં સુધારાની ચકાસણી પણ થતી હોય છે.

Tags :