Get The App

અમદાવાદ - ગાંધીનગર વચ્ચે આજથી કર્મચારીઓ માટે પોઇન્ટની બસ શરૂ થશે

- 1 જુનથી કામગીરી શરૂ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

Updated: Jun 1st, 2020

GS TEAM

Google News
Google News
અમદાવાદ - ગાંધીનગર વચ્ચે આજથી કર્મચારીઓ માટે પોઇન્ટની બસ શરૂ થશે 1 - image


ગાંધીનગર, તા. 31 મે 2020, રવિવાર

પાટનગરમાં આવેલાં સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં તા.૧ જુનથી કામગીરી શરૂ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કચેરીઓમાં ફરજ બજાવતાં ઘણા કર્મચારીઓ અમદાવાદથી અવર જવર કરે છે. કોરોનાની મહામારીના પગલે અપાયેલાં લોકડાઉનમાં છેલ્લા ઘણા દિવસોથી કર્મચારીઓ માટે ચાલી રહેલી પોઇન્ટની બસ સુવિધાઓને તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવી હતી ત્યારે હવે કચેરીઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આ સુવિધા આવતીકાલથી અમદાવાદ મહાનગરના કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર આવશે.

જાહેરનામાનો ભંગ ન થાય તે માટે બસમાં પ૦ ટકા મુસાફરો સાથે શરૂ કરાશે. આ બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકાશે નહીં બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઇન્ટ શરૂ કરાશે. વચ્ચે આવતાં રૂટ ઉપરથી કોઇપણ પેસેન્જરને લેવામાં આવશે નહીં. મુસાફરોએ સોશ્યલ ડીસ્ટસીંગનું પાલન કરીને ફરજીયાત માસ્કનો ઉપયોગ કરવો પડશે. બસમાં પ્રવેશ આપતાં પૂર્વે પ્રત્યેક મુસાફરોનું ટેમ્પ્રેચર ચેક કરવામાં આવશે. ઉપરાંત દરેક બસોને ટ્રીપ પુર્ણ કર્યા બાદ સંપૂર્ણ સેનેટાઇઝ કરાશે. તો બીજી તરફ આગામી દિવસોમાં ગાંધીનગરથી અન્ય રૂટ ઉપરની બસોને શરૂ કરવામાં આવશે.

Tags :