Get The App

યુવકે ઘરમાંથી ચાર લાખની ચોરી કરી મેચની ૬૦૦ બનાવટી ટિકિટો ખરીદી

ે લાખો રૂપિયાની નકલી ટિકિટ વેચાણનું વધુ એક કૌભાંડ પકડાયું

ક્રાઇમબ્રાંચે યુવક અને તેના સગીર મિત્રની ધરપકડ કરીઃ ૫૦૦ જેટલી ટિકિટો વેચીને ૨૦ લાખની રોકડી કરીઃ પોલીસના ડરથી ૭૫ ટિકિટો સળગાવી દીધી

Updated: Oct 13th, 2023

GS TEAM

Google News
Google News
યુવકે ઘરમાંથી ચાર લાખની ચોરી કરી મેચની ૬૦૦ બનાવટી ટિકિટો ખરીદી 1 - image

અમદાવાદ, શુક્રવાર

ભારત પાકિસ્તાનની મેચ  સુરક્ષા વ્યવસ્થાની સાથે પોલીસ માટે  નકલી ટિકિટોનો મામલો પણ માથાનો દુખાવો બની ગયો છે.  બે દિવસ પહેલા પોલીસે બનાવટી ટિકિટો સાથે ચાર મિત્રોને ઝડપી લીધા હતા. જે બાદ એક સગીર અને અન્ય એક યુવકની પણ બનાવટી ટિકિટના કેસમાં ધરપકડ કરી છે. જે કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને મિત્રોેએ ચાર લાખમાં ખરીદેલી ટિકિટો પૈકી ૫૦૦ જેટલી બોગસ ટિકિટો  રૂપિયા ૨૦  લાખમાં વેચી હતી. જો કે પોલીસ દ્વારા બનાવટી ટિકિટ મામલે તપાસ શરૂ થતા ૭૫ જેટલી ટિકિટો  સળગાવી દેવામાં આવી હતી. જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ ત્રિવેદી સ્ટાફને ગુરૂવારે બાતમી મળી હતી કે ખાનપુર લેમન ટ્રી  હોટલ પાસે બે યુવકો ભારત પાકિસ્તાનની મેચની ડુપ્લીકેટ ટિકિટો વેચાણથી આપવા માટે આવ્યા છે. જેના આધારે  ટીમ સાથે દરોડો પાડીને  પ્રદીપ ઠાકોર (રહે.મહાપ્રભુજી સોસાયટી,દાદા હરીની વાવ પાસે, અસારવા) અને તેના ૧૬ વર્ષના મિત્રને ઝડપી લીધા હતા. ુપોલીસે તપાસ કરતા તેમની પાસેથી મેચની ૨૩ જેટલી બનાવટી ટિકિટો મળી આવી હતી. અંગે વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે શાહીબાગમાં રહેતા વિક્કી ચૌહાણ નામના યુવક સાથે  સંપર્ક થયો હતો. જેમાં તેણે ઓફર કરી હતી કે તે જોઇએ તેટલી બનાવટી ટિકિટ આપશે. જે માટે એડવાન્સ નાણાં આપવા પડશે. જેથી  પ્રદીપે તેના ઘરમાંથી ચાર લાખ રૂપિયાની ચોરી કરી હતી અને તે વિક્કીને આપીને રૂપિયા ૪૫૦૦ અને ૬૦૦૦ રૂપિયાની  કુલ ૬૦૦ ટિકિટ અને એક સીમ કાર્ડ આપ્યું હતું. જે બાદ પ્રદીપ અને તેના સગીર મિત્રએ વોટ્સએપ ગુ્રપ બનાવીને ટિકિટો વેચાણ માટે મુકી હતી.  જેમાં તેમણે થોડા જ દિવસમાં  ૫૦૦ જેટલી ટિકિટો વીસ લાખમાં વેચાણે આપી હતી.પ્રદીપ અને તેનો મિત્ર એક ટિકિટ ૧૮ હજારથી માંડીને ૨૦ હજારમાં વેચાણે આપી હતી. જો કે પોલીસે નકલી ટિકિટો મામલે તપાસ વધારતા પ્રદીપ ગભરાઇ ગયો હતો અને તેણે ૭૫ જેટલી ટિકિટો ઘરે જ સળગાવી દીધી હતી. જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમણે ટિકિટ વેચાણના નાણાંથી સ્પોર્ટસ બાઇકની ખરીદી કરી હતી.

Tags :