નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કેસના આરોપીઓ રિમાન્ડ પર
- કોરોનાની સારવાર માટેના
- આરોપીઓ અત્યાર સુધીમાં કોને-કોને આ ઇન્જેક્શન વેચ્યા છે તે જાણવા કસ્ટડીમાં હાજરી જરૂરી : પોલીસ
અમદાવાદ, તા. 23 જુલાઇ, 2020, ગુરૂવાર
કોરોના માટેના નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કેસના બે આરોપીઓના પાંચ દિવસાના રિમાન્ડ ગ્રામ્ય કોર્ટે મંજૂર કર્યા છે. પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓ કોના ઇશારે અને કેવી રીતે આ બોગસ ઇન્જેક્શન બનાવતા હતાં તેમજ અત્યાર સુધીમાંકોને-કોને આ ઇન્જેક્શન વેચ્યા છે તે જાણવા પોલીસ કસ્ટડીમાં તેમની હાજરી જરૂરી છે.
કોરોનાનાં કેટલાંક ક્રિટીકલ કેસોમાં પ્રાણદાતા સાબિત થનારા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે નકલી ઇન્જેક્શન વેચવાના કેસમાં ઝડપાયેલા નિલેશકુમાર ચંદ્રકાંતભાઇ લાલીવાલા અને હર્ષ ભરતભાઇ ઠકારને ક્રાઇમ બ્રાન્ચે આજે રિમાન્ડ માટે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા.
જેમાં સરકાર તરફથી રજૂઆત કરવામાંઆવી હતી કે અન્ય આરોપીઓ આશિષ અને અક્ષય શાહને આ ઇન્જેક્શન આપ્યા હતા અને એમ કહ્યું હતું કે આ કોરોના માટેના ઇન્જેક્શન છે અને તેમની પાસેથી રૂપિયા 80 હજાર વસૂલ્યા હતા. કેસના ફરાર આરોપીઓએને આ આરોપીઓ ઓળખે છે. તેમણે આ દવાઓ કોને કોને મોકવી છે અને બોગસ ઇન્જેક્ટશનકેવી રીતે બનાવ્ય તે જાણવું જરૂરી છે.
આરોપીઓ પાસેથી ઝડપાયેલા જથ્થા ઉપરાંત તેમની પાસે આ ઇન્જેક્શનનો મોટો જથ્થો હોવાની આશંકા છે. આ દવા તેમણે કેવી રીતે બનાવી અને કોના ઇશારે તે આ પ્રવૃત્તિ કરતાં હતાં તે જાણવું જરૂરી છ.
આ ઉપરાંત તેમના કોલ ડિટેઇલના આધારે પણ તપાસ હાથ ધરવાની છે. પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેની સામે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.