વડોદરામાં ધંધાની અદાવત રાખી ત્રણ કારમાં ધસી આવેલા આરોપીઓનો હુમલો
Updated: Aug 22nd, 2023
- ધંધાની અદાવત રાખીને સુસેન તરસાલી રોડ પર ત્રણ કારમાં ધસી આવેલા હુમલાખોરાએ ઝઘડો કરી યુવકને માર માર્યો હતો જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વડોદરા,તા.22 ઓગસ્ટ 2023,મંગળવાર
વડોદરાના સુસેન તરસાલી રોડ પર પરમેશ્વર ટાવરમાં રહેતા સુરેન્દ્ર સત્યનારાયણ ભાર્ગવ જ્યોતિષ તથા કર્મકાંડનું કામ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 20 મી તારીખે હું તથા મારા પત્ની કાંતાબેનને મારી છોકરીઓ ઘરે હતા ત્યારે રાત્રે 11 વાગ્યે મારા મામાના દીકરાનો દીકરો અમિત જોષી રહેવાસી સ્વરનેમ સે ફાયર એપાર્ટમેન્ટ વાસણા ભાયલી રોડ એ મને ફોન કરીને તું ક્યાં છે તેમ પૂછતા મેં કહ્યું હતું કે હું ઘરે છું, અમે તે મને ઘરની બહાર આવતો તેમ કહેતા હું નીચે ગયો હતો. તેમણે મને અને મારા ભાઈ છોટુને બોલાવવાનું કહેતા મેં છોટુને ફોન કરીને નીચે બોલાવ્યો હતો. તારે મારાથી શું તકલીફ છે તેમ કહી ધંધાની અદાવત રાખી અમિતભાઈએ છોટુ સાથે ઝઘડો કર્યો હતો. તરત જ ત્યાં બે ત્રણ કાર આવી ગઈ હતી. તેમાંથી અનિલ કુમાર ભાર્ગવ તથા સુમિત જોશી તથા ભાવેશ જોષી તથા કુંદન ખતીક તથા રવિ જોશી તથા સુશીલ ભાર્ગવ તથા રાહુલ ભાર્ગવ ગાડીમાંથી ઉતરીને અમારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અમિતભાઈ એ મને પણ બે-ત્રણ લાફા મારી દીધા હતા તેમજ કારમાંથી લાકડી કાઢી હુમલો કર્યો હતો આરોપીઓએ કહ્યું હતું કે આ શરૂઆત છે આગળ જુઓ તમારે શું હાલ થાય છે મારા બહેન છોડાવા વચ્ચે પડતા તેઓને પણ મુકો મારી દીધો હતો. દરમિયાન આજુબાજુના માણસો આવી જતા હુમલાખોરો ત્રણ કારમાં ભાગી છૂટ્યા હતા હુમલાખોરો દારૂના નશામાં હોવાનું લાગતું હતું.