મુંબઇના ડાન્સબારમાં ફાયરિંગમાં સામેલ મુકેશ હરજાણીનો સાગરિત દિનેશ શર્મા રિવોલવર સાથે પકડાયો
વડોદરા,તા.6 ફેબ્રુઆરી,2020,ગુરૃવાર
વારસીયાના મુકેશ હરજાણી ગેંગ સાથે સંકળાયેલા ગુનેગાર દિપક શર્માને ક્રાઇમ બ્રાન્ચે રિવોલવર સાથે ઝડપી પાડયો છે.
ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયાર નગર વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિપક નંદકિશોર શર્મા (રહે.મોતીભાઇ પાર્ક, ખોડિયાર નગર પાસે)ને ઝડપી પાડી તપાસ કરતાં તેની પાસે રિવોલવર મળી હતી.
હરણીરોડ પર હત્યા થઇ હતી તે મુકેશ હરજાણીના શૂટર મનાતા એન્થોનીની મુંબઇના દહીસર ખાતે ડાન્સ બારમાં ફાયરિંગના બનાવમાં ધરપકડ કરાઇ ત્યારે દિપક શર્માની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત દિપક શર્માની વર્ષ-૨૦૧૪માં કિશનવાડીમાં લૂંટના ગુનામાં, વર્ષ૨૦૧૫માં આણંદ ખાતે ચોરીના બનાવમાં અને વર્ષ-૨૦૧૮માં વારસીયામાં મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે રિવોલવરનો કોઇ ઉપયોગ કર્યો છે કે તેમ તે બાબતે પૂછપરછ હાથ ધરી છે.