Get The App

મહિસાગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના અધધ... 25 પોઝિટિવ કેસો

- જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓ 400થી વધુ

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
મહિસાગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના અધધ... 25 પોઝિટિવ કેસો 1 - image


- સૌથી વધુ બાલાસિનોર તાલુકામાં ૧૩, લુણાવાડામાં ૫, કડાણામાં ૨, વિરપુર તાલુકામાં બે કેસ નોંધાયા

બાલાસિનોર, તા.  30 જુલાઈ 2020, ગુરુવાર


મહીસાગર જિલ્લામાં કોરોનાના કહેર યથાવત રહયો હતો આજે એક સાથે ૨૫ કોરોના પોઝિટિવ કેસ સાથે મહીસાગર જિલ્લમાં કોરોનાના કેસમાં વિસ્ફોટ થયો હતો આજે મહીસાગર જિલ્લામાં કુલ ૨૫ નવા કેસ નોંધાવા પામતા મહીસાગર જિલ્લાના લોકોમાં ફફડાટની લાગણી ફેલાવા પામી છે કોરોનાના કહેરના કારણે મહીસાગર જિલ્લાના બજારો બપોર પછી સુમસામ જોવા મળી રહયા છે. આજે  સાત દર્દીઓએ કોરોનાને મહાત આપીને સ્વગૃહે પરતા ફર્યા હતા કોરોનાનો મહીસાગર જિલ્લામાં કુલ આંક ૪૦૦ ઉપર પહોચ્યો હતો જે ખુબ જ ચિંતાજનક છે.

મહીસાગર જિલ્લામાં આજે પણ કોરોનાનો કહેર યથાવત રહયો હતો મહીસાગર જિલ્લાના બાલાશિનોર ખાતે ૧૩ લુણાવાડા તાલુકામાં ૫ કડાણા તાલુકામાં ૧ વિરપુર તાલુકામાં ૦૨ સંતરામપુર તાલુકામાં ૦૩ અને ખાનપુર તાલુકામાં કોરોનાનો ૦૧ કેસ નોધાયો હતો આમ આજે જિલ્લામાં કુલ ૨૫ કેસ નવા નોંધાયા હતા.  અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના ૪૦૦ કેસ પોઝિટિવ નોંધાયા હતા આજે  કોરોનાના ૭ લોકોને  તેઓ સાજા થઇ જતા તેઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૨૪૧ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી ૨૨ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૨૪ મૃત્યુ નોંધાવા પામ્યા છે. 

અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૮૭૯૯ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૯૫ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૩૬ દર્દી કે. એસ.પી હોસ્પિટલ બાલાસિનોર, ૫ અલ હયાત ગોધરા,૨ બરોડા હેલ્થ કેર  ૧૩ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ,૧ સિવિલ હોસ્પિટલ ગોધરા , ૨૭ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લુણાવાડા, ૨૬ હોમ આઇસોલેશનમાં ,૩ દર્દી કરમસદ મેડીકલ કોલેજ આનંદ, ૧ ક્રિશ્ના શેલ્બી હોસ્પિટલ અમદાવાદ, ૧ મોડલ સ્કુલ દિવડા, ૧ મુડજી પટેલ હોસ્પિટલ નડીયાદ, ૧ દર્દી નરાયણા હોસ્પિટલ અમદાવાદ, ૧ દર્દી પારેખ હોસ્પિટલ અમદાવાદ, ૧ પારુલ હોસ્પિટલ અમદાવાદ, ૧ રાધા મલ્ટીસ્પેશીયાલીસ્ટ વડોદરા, ૬ શિતલ નસગ , ૧ શીફાહોસ્પિટલ અમદાવાદ, ૧ સુશ્રુષા હોસ્પિટલ અમદાવાદ, ૫ એસ.એસ.જી. વડોદાર, ૧ સ્ટરલીંગ હોસ્પિટલ વડોદરા, ૧ શુકુન હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે.

Tags :