Get The App

ભાટ પાસે સાબરમતી નદી પટમાં સંતાડાયેલો દારૃનો જથ્થો મળ્યો

Updated: Nov 24th, 2022


Google NewsGoogle News
ભાટ પાસે સાબરમતી નદી પટમાં સંતાડાયેલો દારૃનો જથ્થો મળ્યો 1 - image


જિલ્લામાં ચૂંટણીના પડઘમ વચ્ચે

અમદાવાદના બુટલેગરે બાવળની ઝાડીમાં છુપાવ્યો હોવાની માહિતીને પગલે દરોડોઃ૨૦૭ બોટલ જપ્ત

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે દેશી વિદેશી દારૃની હેરફેર પણ વધી ગઇ છે ત્યારે ભાટ ગામ પાસે પસાર થતા સાબરમતી નદીના પટમાં બાવળની ઝાડીમાં અમાદાવાદના બુટલેગરે સંતાડેલા વિદેશી દારૃનો મોટો જથ્થો પોલીસે કબ્જે કરી લીધો છે અને આ બુટલેગરની શોધખોળ શરૃ કરી છે.

વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પરપ્રાંતમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં ચૂંટણી તંત્રએ પણ પોલીસને એલર્ટ રહીને પ્રોહિબીશનના કેસો વધારવા માટે પણ તાકિદ કરવામાં આવી છે અને ખુદ સ્ટેટીક સર્વેલન્સની ટીમો બનાવીને તંત્ર પણ આ પ્રકારની હેરાફેરી શોધી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ સાબરમતીના છારાનગર ખાતે રહેતા રાકેશ મહેશભાઇ જાડેજા નામના બુટલેગરે ભાટ ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટમાં બાવળની ઝાડીમાં વિદેશી દારૃનો મોટો જથ્થો સંતાડેલો છે જે બાતમીને પગલે પોલીસ ટીમ નદી કિનારે વાહનો મુકીને ચાલતી નદીના પટમાં નિકળી હતી અને અહીં બાવળની ઝાડીમાં અલગ અલગ ચાર પીપની અંદર સંતાડવામાં આવેલી વિદેશી દારૃની ૨૦૭ જેટલી બોટલ મળી આવી હતી. ૪૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને બુટલેગરની શોધખોળ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે, જિલ્લામાં ચૂંટણીલક્ષી દારૃની હેરફેર વધી છે ત્યારે આ પ્રકારના કેસો આગામી દિવસોમાં વધુ જોવા મળશે.


Google NewsGoogle News