mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વડોદરાના જાણીતા અમર પાનમાંથી પ્રતિબંધીત ઇ સિગારેટનો જથ્થો જપ્ત

Updated: Mar 5th, 2024

વડોદરાના જાણીતા અમર પાનમાંથી પ્રતિબંધીત ઇ સિગારેટનો જથ્થો જપ્ત 1 - image

વડોદરા,તા.05 માર્ચ 2024,મંગળવાર

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી અમર પાન નામની શોપ સહિત પાંચ જગ્યાએ  સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા વધુ એક વખત દરોડો પાડીને પ્રતિબંધીત ઇ સિગારેટને જથ્થો ઝડપી પાડ્યો છે. અગાઉ પણ પારસ પાન ની દુકાનમાંથી  પ્રતિબંધીત ઇ સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. ફરી એક વખત સંચાલક પકડાતા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેની લોકમાંગ ઉઠવા પામી છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા વિન્ડસર પ્લાઝા કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં અમર પાન નામની શોપ આવેલી છે. અહિંયા પાન-મસાલા તથા સિગારેટ સહિત અન્ય ઇમ્પોર્ટેડ આઇટમ મળે છે. આ પાન શોપ જૂની અને જાણીતી છે. અગાઉ અહિંયાથી મોટા પ્રમાણમાં પ્રતિબંધીત ઇ સિગારેટને જથ્થો જપ્ત કરવામાં આવી ચુક્યો છે. સમગ્ર મામલે એસઓજીના એએસઆઇએ મીડિયાને જણાવ્યું કે, ફ્લેવર વાળી પ્રતિબંધીત ઇ સિગારેટ પીવાથી કોઇને ખબર નથી પડતી, તે અમર પાનમાંથી જપ્ત કરવામાં આવી છે. અગાઉ પણ સંચાલકો સામે કેસ કરવામાં આવી ચુક્યા છે. આજે બાતમીના આધારે વધુ એક વખત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પ્રતિબંધીત ઇ સિગારેટ મળી આવી છે. જ્યારે અમર પાનના સંચાલકે નફ્ફટાઇ પુર્વક મીડિયાને કહ્યું કે, ઇ સિગારેટ ફોરેનમાં પ્રચલિત છે. તે હિસાબે અમે અહિંયા અમુક કસ્ટમરો માટે રાખતા હતા. અમે ખુલ્લેઆમ નથી વેચતા. ખબર છે કે પ્રતિબંધીત છે. ફોરેનમાં લેતા હોય છે. ઓનલાઇન આ સિગારેટ આરામથી મળે છે. સરકારને વિનંતી છે કે, ઓનલાઇન સિગારેટ કેમ મળે છે. હું ઓનલાઇન ખરીદીને અહિંયા વેચી શકું છું. મેં ગુનો કર્યો છે, હું સ્વિકારૂ છું. આ વસ્તુ માત્ર એકની માટે જ કેમ?

Gujarat