અમદાવાદ, તા. 26 જુલાઈ 2020, રવિવાર
જિનશાસન શિરોમણી, તપચક્ર ચક્રવર્તી, 54-54 વર્ષીતપના આરાધક અચલગચ્છાધિપતિ પ.પુ.આ.ભ શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા પોતાના આ ભવ નો 89+3 વર્ષનું આયુષ્ય પૂરું કરી અને 64 વર્ષના દીર્ઘ સંયમ જીવનની આરાધના કરી આજે રવિવાર મધ્યરાત્રીએ 1.15 વાગે નવકાર મંત્રનું સ્મરણ કરી કચ્છમાં દેહ ત્યાગ કર્યો છે.
તેમની અંતિમ પાલખીયાત્રા આજે રવિવારે બપોરે 3.30 વાગે કચ્છ 72 જિનાલય મુકામે શરૂ થશે અને આ તીર્થની ભૂમિમાં જ અગ્નિસંસ્કારની વિધિ કરાશે. પૂજયશ્રીનું ચાતુર્માસ હાલમાં કચ્છમાં 72 જિનાલય તીર્થમાં હતું. એમની નિશ્રામાં 350થી વધારે સાધુ સાધ્વીજી મ.સા દીક્ષિત થયેલ હતા.


