સિંગરવામાં ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલ યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો
કઠવાડા પાસે હિટ એન્ડ રનનો બનાવ ઃ યુવકને મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ફરાર
ગંભીર હાલતમાં સારવાર દરમિયાન મોત થયું
અમદાવાદ, મંગળવાર
પૂર્વ વિસ્તારમાં કઠવાડા પાસે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે જેમાં સિંગરવા જતા રોડ ઉપર અંકીતા કંન્ટ્રક્શનના ગેટ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ડમ્પર ચાલકે ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને વાહન લઇને ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
યુવક રિસેષમાં જમીને નોકરી જતો હતો ત્યારે અકસ્માત થયો ગંભીર હાલતમાં સારવાર દરમિયાન મોત થયું ઃ ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નાંેધીને તપાસ હાથ ધરી
કઠવાડામાં નીલકંઠ ફ્લેટમાં રહેતો 21 વર્ષનો યુવક કઠવાડાના એક કારખાનામાં નોકરી કરતો હતો. સોમવારે બપોર બે વાગ્યાની આસપાસ તે જમવા માટે કઠવાડાથી સિંરગવા જતા રોડ પરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા અને અંકીતા કંન્ટ્રક્શનના ગેટ પાસેથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પૂરઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે યુવકને ટક્કર મારી હતી.
જેથી હવામાં ફંગોળાઈને જમીન ઉપર પટકાયેલા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી આસપાસના લોકોએ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છેકે દિવસ દરમ્યાન ભારે વાહન પર પ્રતિબંધ છતાં બેફામ રીતે ભારે વાહનો શહેરમાં ફરીને અકસ્માત કરે છે