For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા 7378 કર્મચારી પોસ્ટલ બેલટથી મતદાન કરશે

Updated: Nov 24th, 2022

Article Content Image

તાલીમ દરમ્યાન જ મતાધિકારનો ઉપયોગ થાય તે પ્રકારે આયોજન

પાંચેય બેઠકમાં તા.૨૫થી ૨૮ દરમ્યાન વિવિધ સ્થળે પોસ્ટલ બેલેટ મારફતે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં તા. ૨૫ થી ૨૮ નવેમ્બર સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાનાર છે. જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે ૧૨-ડી ફોર્મ ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ સવારના નવથી સાંજના પાંચ કલાક દરમ્યાન પંચેય વિધાનસભા મતવિસ્તારમાં નિયત કરેલાં સ્થળોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે

કોઈ પણ નાગરિક મતદાન કરવાના પોતાના અમૂલ્ય અધિકારથી વંચિત ન રહે તેવું આયોજન ચૂંટણી પંચ કરવામાં આવ્યું છે. આ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં અવિરત કાર્યરત તમામ અધિકારીઓ- કર્મયોગીઓ પણ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે.

આવા તમામ અધિકારી-કર્મચારીઓ દ્વારા નિયત નમૂનામાં ફોર્મ ૧૨-ડી મંગાવવામાં આવ્યા હતા.જેના અનુસંધાને દહેગામમાં તા. ૨૫મી નવેમ્બરના રોજ  જી.એમ.એન. આર્ટ્સ એન્ડ એમ.બી.પટેલ કોલેજ ઓફ કોમર્સત ગાંધીનગર દક્ષિણમાં તા. ૨૬ અને ૨૭મી નવેમ્બર દરમિયાન સરકારી કોમર્સ કોલેજ, સેકટર- ૧૫ તથા ગાંધીનગર ઉત્તરમાં તા.૨૭મી નવેમ્બરના રોજ ઇ.સી. વિભાગ, બ્લોક નંબર- ૨, સરકારી ઇજનેરી કોલેજ, સેકટર- ૨૮ ખાતે મતદાન કરાવાશે.માણસામાં તા. ૨૮મી નવેમ્બર,ના રોજ એસ.ટી.આર્ટસ એન્ડ બી.આર.કોર્મસ કોલેજ, માણસા ખાતે જ્યારે કલોલમાં તા. ૨૬ અને ૨૭મી નવેમ્બર દરમિયાન સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૃકૂળ, સઇજ,કલોલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે.

Gujarat