એમ.એસ.યુનિમાં આયોજિત મેગા પ્લેસમેન્ટ ફેરમાં ૭૦૦ વિદ્યાર્થીઓને જોબ ઓફર મળી
જોબ ફેરમાં ૧૮૦૦ વિદ્યાર્થીઓએ અને ૨૭ કંપનીઓએ ભાગ લીધો હતો
વડોદરા, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
એમ.એસ.યુનિ.ના પ્રતાપસિંહ ગાયકવાડ પરિસરમાં ગુજરાત રાજ્ય ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરાયું હતું. જેમાં ૨૭ કંપનીઓએ ૧૮૦૦માંથી ૭૦૦ વિદ્યાર્થીઓને જોબ ઓફર મળી છે.
એમ.એસ.યુનિ.ના સાયન્સ, ટેકનોલોજી, પોલિટેકનિક અને માર્કેટિંગ સહિતના વિદ્યાર્થીઓને નોકરી મળે રહે તે હેતુથી મેગા જોબ ફેરનું આયોજન કરાયું હતું. મેગા પ્લેસમેન્ટમાં વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસે કહ્યું કે, આજના સમયમાં વિદ્યાર્થીઓને જેટલી તક મળી રહી છે તેની સામે પડકારો પણ અનેક છે. તેની સામે ટકી રહેવા યુવાનોએ પૂર્ણ નિષ્ઠા સાથે કામ કરવું પડશે. મેગા જોબ ફેરમાં અગાઉથી રજિસ્ટર થયેલા વિદ્યાર્થીઓ સિવાય પણ તત્કાલ રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. જેમાં ૪૪૨ ઉમેદવારોએ નામ નોંધાવ્યા હતા. સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૭.૩૦ સુધી વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ ચાલ્યા હતા. જોબ ફેરમાં જે ૭૦૦ વિદ્યાર્થીઓની પસંદ કરાઈ છે તેને ટૂંક સમયમાં જ ઓફર લેટર આપવામાં આવશે. ફેરમાં વડોદરામાંથી ૧૦થી વધુ ઉપરાંત અમદાવાદ, ભરુચ, અંકલેશ્વરથી કંપનીઓ આવી હતી.