૭૦ ટકા ગરીબ બાળકોને સંપૂર્ણ ઓનલાઈન ક્લાસ શિક્ષણ મળતુ નથી
૩૦ ટકા સ્કૂલો જ ઓનલાઈન ક્લાસથી ભણાવે છેઃ ૭૦ ટકા સ્કૂલો એસાઈમેન્ટ-હોમ વર્ક મોબાઈલ પર મોકલી ભણાવે છે
ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકો પર IIMA-KMIC દ્વારા સર્વે
અમદાવાદ
અમદાવાદમાં સરકારી તથા ખાનગી સ્કૂલોમાં ભણતા બાળકોમાંથી ૭૦ ટકા ગરીબ બાળકોને સંપૂર્ણ ઓનલાઈન ક્લાસ શિક્ષણ મળતુ નથી.૭૦ ટકા સ્કૂલો મોબાઈલ પર વોટસએપથી એસાઈમેન્ટ-હોમવર્ક મોકલી ભણાવી દે છે.જ્યારે માત્ર ૩૦ ટકા સ્કૂલો જ ઓનલાઈન ક્લાસ કે લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા ભણાવે છે.ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોના અભ્યાસ પર કરાયેલા સર્વેમાં આ તારણ સામે આવ્યુ છે
આઈઆઈએમ અમદાવાદ
અને યુનિસેફની સંયુક્ત પહેલ એવી નોલેજ મેનેજમેન્ટ એન્ડ ઈનવોશેન્સ ફોર ચેન્જ(
કેએમઆઈસી) દ્વારા અમદાવાદના ઓછી આવક ધરાવતા ગરીબ અને અતિ મધ્ય વર્ગીય પરિવારોના
બાળકોના અભ્યાસ અને તેમના વાલીઓની આર્થિક સ્થિતિ પર સર્વે કરવામા આવ્યો
હતો.લોકડાઉન સમયથી માંડી સપ્ટેમ્બર સુધીના સમય દરમિયાન કરાયેલા આ સર્વેના તારણો
મુજબ ૮૦ ટકા વાલી પાસે સ્માર્ટ ફોન હતો અને જેમાંથી ૭૦ ટકા વાલી ફોર જી ઈન્ટરનેટ
ધરાવતા હતા.૨ ટકાથી ઓછા પાસે વાઈફાઈ-લેપટોપ ફેસિલિટી હતી.કોવિડના શરૃઆતના સમય કે
તેની પહેલા ૮૮ ટકા વાલીઓને ઓનલાઈન શિક્ષણ વિશે ખબર જ ન હતી.
માર્ચથી લઈને સપ્ટેમ્બર સુધી ૩૦ ટકા બાળકોને કોઈ પણ પ્રકારનું શિક્ષણ જ મળ્યુ ન હતુ. ૩૦ ટકા બાળકોને જ વિવિધ એપ્લિકેશન દ્વારા લાઈવ સ્ટ્રિમિંગથી ઓનલાઈન લાઈવ ક્લાસથી શિક્ષણ મળ્યુ હતુ જ્યારે ૧૭ ટકા બાળકોને પ્રિ રેકોર્ડેડથી ભણાવાયા હતા.૭૦ ટકા બાળકોને સ્કૂલમાંથી ટેક્સ મેસેજ કે વોટ્સએપ દ્વારા મોબાઈલ પર એસાઈમેન્ટ-હોમ વર્ક પીડીએફ-ઈમેજ દ્વારા મોકલી દેવામા આવતુ હતુ.૪૦ ટકા બાળકોને રોજ સ્ટડી મટીરિયલ મોકલાતુ હતુ જ્યારે ૪૦ ટકા બાળકોને સપ્તાહમાં બેથીત્રણ વાર જ મોકલવામા આવતુ હતુ. ૩૦ ટકા વાલીઓએ જણાવ્યું કે તેઓનો કોઈ પણ રીતે શિક્ષકો સાથે સંપર્ક થઈ શકતો ન હતો.જ્યારે ૪૬ ટકા બાળકો શિક્ષકો સાથે ફોનથી વાત કરી માર્ગદર્શન મેળવી શકતા હતા. ઓનલાઈન ક્લાસ દરમિયાન ૩૦ ટકા બાળકો શિક્ષકોને પ્રશ્નો પુછી શકતા ન હતા અથવા તો સમજી શકતા ન હતા. સરકારી સ્કૂલોમાં ચાલતી મીડ ડે મીલની સરકારી યોજના અંતર્ગત ૮૫ ટકા વાલીઓ કે જેઓ તેમના બાળકોને સરકારી સ્કૂલમાં ભણવા મોકલે છે તેઓનું કહેવુ હતુ કે સ્કૂલમાંથી મીડ-ડે મીલ મળ્યુ નથી. આ સર્વે બાદ તારણોને આધારે કરાયેલી ભલામણો મુજબ સરકારે વાલીઓને દરેક બાબતથી માહિતગાર કરવા હેલ્પ લાઈન શરૃ કરવી જોઈએ, વાલીને આરટીઈ એક્ટ હેઠળ તાકીદે ૩ હજાર રૃપિયા ટ્રાન્સફર થવા જોઈએ, ગાઈડલાઈન-એસઓપી સાથે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને રીઓપનિંગ માટે ઓટોનોમી આપવી જોઈએ..