mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વડોદરા: તરસાલી બાયપાસ પાસે ટ્રેલરમાં કાર ઘુસી જતા એક જ પરિવારના 5 ના મોત

Updated: Mar 4th, 2024

વડોદરા: તરસાલી બાયપાસ પાસે ટ્રેલરમાં કાર ઘુસી જતા એક જ પરિવારના 5 ના મોત 1 - image


વડોદરા, તા. 04 માર્ચ 2024 સોમવાર

વડોદરા નજીક તરસાલી બાયપાસ પાસે ગઈ મોડી રાતે હાઇવે પર ઉભેલા લોડેડ ટ્રેલરમાં કાર ઘુસી જતા એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નિપજ્યા જ્યારે ચાર વર્ષે બાળકીનો બચાવ થયો હતો.

વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં માધવ નગર ખાતે રહેતા પ્રજ્ઞેશભાઈ પટેલ તેમના પત્ની ઉર્વશીબેન, પુત્ર લવ (૧) પુત્રી અસ્મિતા (૪) તેમજ નાનાભાઈ મયુર પટેલ અને મયુરભાઈ ના પત્ની ભાવિકાબેન અલ્ટો કાર માં ભરૂચ નજીક નીકોરા ગામે ખેતરમાં પિકનિક માટે ગયા હતા.       

પરિવાર રાત્રે 9:30 વાગે પરત ફરી રહ્યું હતું તે દરમિયાન જાંબુઆથી તરસાલી વચ્ચે ભારત પેટ્રોલપંપ પાસે પાર્ક થયેલા લોડેડ ટ્રેલર ની પાછળ ધડાકાભેર કાર ઘુસી જતા પ્રજ્ઞેશભાઈ, તેમના પત્ની ઉર્વશીબેન, ભાઈ ભાભી અને એક વર્ષે પુત્ર ના સ્થળ પર જ મોત નીપજયા હતા. જ્યારે ચાર વર્ષ પુત્રી નો બચાવ થયો હતો.       

બનાવને પગલે વાહન ચાલકો તેમજ રાહદારીઓ એકત્રિત થઈ ગયા હતા અને મૃતકોને બહાર કાઢ્યા હતા. 108 આવી જતા પાંચ જણાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવને પગલે ટ્રાફિકજામ થઈ જતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વાહન વ્યવહાર રાબેતા મુજબનો કરવા જહેમત ઉઠાવી હતી.

Gujarat