For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોમર્સ પ્રવેશ માટેના મેરિટમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ

Updated: Sep 14th, 2021

Article Content Image

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર 

59 હજારથી વધુનું ક્વિક રજિસ્ટ્રેશન થયુ હતું પણ 19 હજારથી વધુએ ફી ન ભરી : 40 હજાર બેઠકો 

અમદાવાદ : ગુજરાત યુનિ.દ્વારા કોમર્સ પ્રવેશ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આજે જાહેર કરવામા આવ્યુ છે.જેમાં 40452 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે.આ વર્ષે ક્વિક રજિસ્ટ્રેશન 59 હજારથી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યુ હતું. પરંતુ અનેક વિદ્યાર્થીઓએ અન્ય યુનિ.ઓમાં પ્રવેશ લઈ લેતા અને રજિસ્ટ્રેશન માટે ફી જ ન ભરતા પ્રોવિઝનલ મેરિટમાં 40452 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.

બી.કોમ,બીબીએ-બીસીએ સહિતના કોમર્સ ફેકલ્ટી કોર્સીસની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામા આવ્યુ છે.

આ વર્ષે ક્વિક રજિસ્ટ્રેશન કરનારા 59898 વિદ્યાર્થીમાંથી 40896 વિદ્યાર્થીએ તમામ વિગતો સાથે સબમિશન કર્યુ હતુ અને જેમાંથી ફી ભરનારા 40452 વિદ્યાર્થીઓ છે.જેઓનો હાલ મેરિટમાં સમાવેશ થયો છે. યુનિ.દ્વારા 10413 વિદ્યાર્થીઓના માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામા આવ્યુ હતું.હાલ વેરિફિકેશન ચાલુ છે અને ત્યારબાદ ફાઈનલ મેરિટમાં કેટલાક વિદ્યાર્થીઓ ઓછા થાય તેવી શક્યતા છે.

કુલ 40452 વિદ્યાર્થીઓમાં જનરલ કેટેગરીના 23728, એસઈબીસી કેટેગરીના 9242, ઈડબલ્યુએસ કેટેગરીના 2504, એસસી કેટેગરીના 4397 અને એસટી કેટેગરીના 581 વિદ્યાર્થીઓ  છે. સૌથી વધુ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ મેરિટમાં છે.

પ્રોવિઝનલ મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ કોઈ પણ ભૂલ  બાબતે આધાર-પુરાવા સાથે 15મી સુધી ઈમેઈલ કરી રજૂઆત કરી શકશે.21મીએ ફાઈનલ મેરિટ લિસ્ટ સાથે મોક રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થશે. યુનિ.સંલગ્ન કોલેજોમાં કોમર્સ રીલેટેડ વિવિધ કોર્સની ઈડબલ્યુએસ સાથેની કુલ મળીને 40 હજાર જેટલી બેઠકો છે.જેની સામે 40452 વિદ્યાર્થીઓ મેરિટમાં છે.ગત વર્ષ કરતા મેરિટમાં થોડા જ વિદ્યાર્થીઓ વધ્યા છે. 

કોમર્સમાં 16 હજારથી વધુ યુવતીઓ મેરિટમાં 

કોમર્સમાં ફી ભરી ફાઈનલ સબમિશન કરનારા  40509 વિદ્યાર્થીઓમાંથી 40452 વિદ્યાર્થીને મેરિટ રેન્ક ફાળવાયો છે.કેટલાક વિદ્યાર્થીઓનું વેરિફિકેશન બાકી હોવાથી ફાઈનલ મેરિટમા સમાવાશે. મેરિટમા સમાવિષ્ટ વિદ્યાર્થીઓમાં 16088 યુવતીઓ છે અને 24421 યુવકો છે.ક્વિક રજિસ્ટ્રેશનમાં 7 ટ્રાન્સજેન્ડર કેટેગરીના વિદ્યાર્થીઓ હતા પરંતુ ફાઈનલ રજિસ્ટ્રેશનમાં એક પણ નથી.જો કે ઘણા વિદ્યાર્થીઓ મેલ,ફીમેલ અને ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં ભૂલથી ટ્રાન્સજેન્ડર કેટેગરી સીલેક્ટ કરી દેતા હોય છે.

Gujarat