રાજકોટમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ: વધુ 18 કેસ સાથે માત્ર 13 દિવસમાં 241 કેસો, વધુ એકનું મૃત્યુ
રાજકોટ, તા.13 જુલાઇ 2020, સોમવાર
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા પછી હવે રાજકોટ મહામારીનું હોટ સ્પોટ બની રહ્યું હોય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે અને કોરોનાના કેસો અગાઉ કરતાં અનેક ઝડપે વધી રહ્યા છે. આજે બપોર સુધીમાં જ કોરોનાના વધુ 18 કેસો સાથે કુલ કેસોની સંખ્યા 414 ઉપર પહોંચી છે.
ચિંતાજનક વાત એ છે કે 30 જૂન સુધીમાં રાજકોટમાં માત્ર 173 કેસ નોંધાયા હતા. જેમાં પણ મોટાભાગના 10 જૂન પછી ના હતા પરંતુ જુલાઈમાં માત્ર 13 દિવસમાં 241 કેસ નોંધાઈ ચૂક્યા છે, અર્થાત પહેલા સાડા ત્રણ મહિનામાં જે કેસ નોંધાયા તેનાથી વધુ માત્ર 11 દિવસમાં નોંધાયા છે.
રાજકોટમાં આજે આ ઉપરાંત વધુ એક વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ નીપજયું હતું અને આ સાથે મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે.