વડોદરામાં વુડાના મકાન તથા રામવાટિકા સોસાયટીમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત 21 ઝડપાયા : 1.36 લાખની મત્તા જપ્ત
- આરોપીઓમાં મકાનમાં જુગાર રમાડનાર દંપતી સહિત બે દંપતી તથા એક વિધવા મહિલાનો સમાવેશ
વડોદરા,તા.29 ઓગસ્ટ 2023,મંગળવાર
પીસીબીએ પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે અલગ અલગ સ્થળોએ ચાલતા જુગાર ઉપર છાપે મારી કરી જુગાર રમી રહેલ 4 મહિલાઓ સહિત 21 જુગારીઓને ઝડપી પાડી રૂ. 1.36 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી. આરોપીઓમાં મકાનમાં જુગાર રમાડનાર દંપતી સહિત બે દંપતી તથા એક વિધવા મહિલાનો પણ સમાવેશ થાય છે.
પોલીસની પીસીબી ટીમએ ચોક્કસ માહિતીના આધારે પાણીગેટ વિસ્તારનં ચંદ્રપ્રભાનગર પાસેના વુડાના મકાનની પાછળ કબ્રસ્તાનની દીવાલ પાસે દરોડો પાડી જુગાર રમી રહેલ 12 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં કમલેશ ઉર્ફે ટીનો સોમાભાઈ સલાટ (ચામુંડાકૃપા એપાર્ટમેન્ટ ટાવર પાસે, વાડી), કૃણાલ પ્રકાશરાવ ચીખલે (વુડાના મકાન, શાસ્ત્રીબાગ પાસે, વાડી), રફીક સુલતાનભાઇ ખત્રી (હાજી સમસુદ્દીન એપાર્ટમેન્ટ, પટેલ ફળિયાની સામે, યાકુતપુરા), રમેશ રામ કૃપાલ શાહ, રાકેશ ભુપેન્દ્ર પટેલ, સંતોષ ભાઈલાલભાઈ વાઘરી, મનોજ અમરતભાઈ વાઘરી (તમામ રહે-ચંદ્રપ્રભાનગર, શાસ્ત્રીબાગ પાસે, વાડી), શ્રીકાંત ઉર્ફે મુંગો ઉર્ફે સાયકલ છોટેલાલ કનોજીયા(ઇદગાહ મેદાન પાછળ ઝૂંપડપટ્ટીમાં, ગાજરાવાડી), સાગર હસમુખભાઈ ગાંધી (વિશાલ ડોક્ટરની સામે આવેલ ઝૂંપડપટ્ટીમાં, ગધેડામાર્કેટ, કિશનવાડી), ગુરુપ્રસાદ ઉર્ફે કાલુ પંચમભાઈ કહાર (શૈલેષનગર, સમર્પણ સોસાયટીની બાજુમાં, વાઘોડિયા રોડ), રાકેશ ઉર્ફે ડીડી દશરથ કહાર અને ઉમેશ ઓજો જીતેન્દ્ર કહાર (બંને રહે-જીવણનગર, વુડાના મકાન, વાઘોડિયા રોડ)નો સમાવેશ થાય છે.
દરોડા દરમ્યાન પોલીસે અંગજડતીના રૂ.44,700, જમીન દાવ ઉપરના રોકડા રૂ. 2250,રૂ.22,500ની કિંમત ધરાવતા 6 નંગ મોબાઈલ ફોન, પાના પત્તા સહિત કુલ રૂ.69,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં પીસીબી ટીમએ વાઘોડિયા રોડ રાધિકાભવન પાસે રામવાટિકા સોસાયટીના મકાન નંબર 25/એ માં દરોડો પાડી જુગાર રમી રહેલ ચાર મહિલા સહિત 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં અજીત વિઠ્ઠલદાસ પરીખ, પૂર્વી અજીતભાઈ પરીખ (25/એ રામવાટીકા સોસાયટી, રાધિકા ભવન પાસે, આર્યુવેદિક કોલેજ પાસે, વાઘોડિયા રોડ), કશ્યપ કિશોરકુમાર દરજી (સ્વામિનારાયણ નગર, રામવાટીકાની બાજુમાં, વાઘોડિયા રોડ), નિકુંજ જશવંતભાઈ ઉપાધ્યાય (સત્કાર સોસાયટી, પાણીની ટાંકી રોડ, કારેલીબાગ), દિનેશ ચેલારામ નરીયાણી (ગોરાના પાર્ક સોસાયટી, સાધુ વાસવાણી શાળાની બાજુમાં, ન્યુ વીઆઈપી રોડ), કનૈયાલાલ ઓચ્છવલાલ દેસાઈ , કોકિલા ઓચ્છવલાલ દેસાઈ (રતનદીપ સોસાયટી, પેટ્રોલ પંપ પાસે, વાઘોડિયા રોડ), સંગીતા ધર્મેન્દ્ર ઠક્કર (ગોયાગેટ સોસાયટી, સત્યનારાયણ બંગલો, પ્રતાપ નગર), સારિકા પ્રિતેશભાઈ શાહ (આઈસ ક્યુમ બંગલો, સમર્પણ પાર્ક સોસાયટી સામે, બાપોદ જકાતનાકા રોડ) નો સમાવેશ થાય છે.
પોલીસે દરોડા દરમિયાન મહિલા તથા પુરુષો પાસેથી અંગજડતીના રૂ.20,630, જમીનદાવ પરના રૂ.520, રૂ.45,500ની કિંમત ધરાવતા નવ 9 મોબાઈલ ફોન, પાનાપતા સહિત કુલ રૂ. 66,650નો મુદ્દામાલ કબજે કર્યો હતો.