અમદાવાદમાં વધુ 152 લોકો કોરોનામાં સપડાયા, ચારનાં મૃત્યુ
- પશ્ચિમ-નવા પશ્ચિમના વિસ્તારોમાં કોરોના વકર્યો
- 166માંથી 113 દર્દીઓ નદીના પશ્ચિમપટ્ટાના વિસ્તારોમાં નોંધાયા
3177 એકટિવ કેસોમાંથી 1522 નદીના પશ્ચિમકાંઠાના
અમદાવાદ, તા. 12 જુલાઇ, 2020, રવિવાર
અમદાવાદના પશ્ચિમના તમામ વિસ્તારોમાં કોરોના વકરતો જાય છે. નવા પશ્ચિમઝોનમાં એક જ દિવસમાં 73 કેસ નવા નોંધાતા હલચલ મચી ગઈ છે. કોરોના કાબુમાં આવી રહ્યાની ગુલબાંગો સામે આટલો મોટો આંકડો લાલબત્તી સમાન છે.
દરમ્યાનમાં આજે વધુ 152 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, જ્યારે સારવાર દરમ્યાન 4 દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થયેલા 125 લોકોને જુદી જુદી હોસ્પિટલો અથવા હોમ-આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
તેમજ જીલ્લાના ગ્રામ્ય વિસ્તાર સહિત અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 2298ની થઈ છે. ઉપરાંત કુલ મૃત્યુઆંક 3618ને આંબી ગયો છે. રાજ્યના સુરત સહિતના અન્ય વિસ્તારોની સરખામણીએ અમદાવાદની સ્થિતિ પ્રમાણમાં નિયંત્રણ છે, સિવાય કે પકડાતો જતો પશ્ચિમ વિસ્તાર, ઉત્તરપશ્ચિમના બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયામાં ગઈકાલે 38 અને દક્ષિણ પશ્ચિમઝોનના સેટેલાઇટ, વેજલપુર, મક્કતમપુર, સરખેજમાં 35 કેસો નોંધાયા હતા.
પશ્ચિમઝોનના પાલડી, નારણપુરા, નવરંગપુરા, નવાવાડજ, રાણીપ, સાબરમતી, સ્ટેડિયમ વગેરે વિસ્તારોમાં 40ના રિપોર્ટ પોઝીટિવ આવ્યા છે. આમ કુલ 166માંથી 113 દર્દીઓ નદીના પશ્ચિમપટ્ટાના છે. તેમજ 3177 કુલ એકટિવ કેસોમાંથી 1522 કેસ પશ્ચિમના છે.
જ્યારે બાકીના 4 ઝોનમાં મધ્યઝોનમાં માત્ર 9, ઉત્તરઝોનમાં 7, પૂર્વઝોનમાં 18, દક્ષિણઝોનમાં 19 મળીને પૂર્વના વિસ્તારોમાં 53 કેસ નવા નોંધાયા છે. બીજી તરફ કેસો ઘટવાની સામે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા વધતી જાય છે.
જોકે સુપર સ્પ્રેડર્સના રેપિડ ટેસ્ટ, કન્ટેન્મેન્ટ ઝોનમાં સ્ક્રીનીંગ અને થતાં એન્ટિજન-રેપિડ ટેસ્ટ, વધી રહેલાં પિંક એરિયા વગેરેના આંકડા અને ટેસ્ટ દરમ્યાન કેટલાં પોઝીટિવ આવ્યા તેની વિગતો પારદર્શક કરાતી નથી. જેના કારણે રોગચાળાની સાચી સ્થિતિનું ચિત્ર લોકોને મળી શકતું નથી. હાલ તો અમદાવાદમાં આવતા તમામ હાઈવેના નાકાઓ પર આરોગ્યની કડક ચકાસણીની જરૂર હોવાનું ચિત્ર ખડું થયું છે.
ક્યા ઝોનમાં કેટલા દર્દી, કેટલાં મૃત્યું ?
ઝોન |
નવાકેસ |
કુલ દર્દી |
વધુ મૃત્યુ |
કુલ મૃત્યુ |
એકટિવ કેસ |
મધ્યઝોન |
9 |
4101 |
0 |
363 |
255 |
પશ્ચિમઝોન |
40 |
3618 |
1 |
182 |
587 |
ઉત્તરપશ્ચિમ ઝોન |
38 |
1577 |
0 |
49 |
502 |
દક્ષિણ પશ્ચિમ ઝોન |
35 |
1583 |
1 |
82 |
433 |
ઉત્તરઝોન |
7 |
3821 |
1 |
288 |
461 |
પૂર્વઝોન |
18 |
3331 |
0 |
247 |
474 |
દક્ષિણઝોન |
19 |
3947 |
1 |
266 |
465 |
કુલ |
166 |
21978 |
4 |
1477 |
3177 |