રાજ્ય સરકારના ઇન્ક્રીમેન્ટ આપવાના નિર્ણયથી વડોદરા કોર્પોરેશનના 1400 પેન્શનરોને ફાયદો
વડોદરા,તા.19 માર્ચ 2024,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી તા.30 જુન સુધીમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને ત્રણ ટકા બેઝિક પગારમાં વધારો પેન્શનરોને આપવા અંગે રાજ્ય સરકાર પાસે પેન્શનરોના મંડળોએ અવારનવાર માંગણી કરી હતી. જે અંગે તાજેતરમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેથી હવે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓને પેન્શનમાં લાભ મળશે.
આ અંગે કોર્પોરેશનના હિસાબી શાખાએ પરિપત્ર જારી કરી 30 જૂન સુધીમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓની માહિતી મંગાવતા અંદાજે 1400 કર્મચારીને તેનો લાભ મળશે. કર્મચારીઓને ઠરાવનો લાભ કેટલીક શરતોને આધિન એક નોશનલ ઇજાફો આપવાનુ ઠરાવવામાં આવે છે. તા.30 જુનના રોજ વય નિવૃત થયેલા અને થનાર કર્મચારીઓના કિસ્સામાં એક વર્ષની સેવા પૂર્ણ કરેલ હોવી જોઇએ. તા.1.1.2006 થી 31.12.2023 સુધી વયનિવૃત થયેલ કર્મચારીના કિસ્સામા 30 જુનના રોજ નોશનલ' ઇજાફો આકારી પેન્શન સુધારણા કરવાન રહેશે. તા.1.1.2024 બાદ વય નિવૃત થયેલા કે થનાર કર્મચારીના કિસ્સામાં 30 જુનના રોજ ઇજાફો આકારી પેન્શન સુધારણા કરવાના રહેશે.
આ નોશનલ ઇજાફા મુજબ કરેલ પેન્શન સુધારણાનો ખરેખર લાભ તા.1.7.2023 થી મળવા પાત્ર થશે. હવે પછી 30-જુનના રોજ વય નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસોમાં રાજય સરકાર નાંણા વિભાગ ઠરાવ મુજબ ઇજાફો આકારી પેન્શન મંજૂરી અર્થે પેન્શન કેસો પેન્શન વિભાગમાં રજુ કરવાના રહેશે. દરેક વિભાગ દ્વારા પાછલા વર્ષોમાં તેમના વિભાગમાંથી તા.1,1,2006 થી 30.06.2023 સુધીમાં 30 જુનના રોજ વય નિવૃત થયેલ કર્મચારીઓના પેન્શન કેસો પેન્શન વિભાગ (રેકોર્ડ)માંથી તા.31.3.2024 સુધીમાં મેળવી લેવાના રહેશે.
ખાતા દ્વારા તેમના વિભાગમાંથી 30 જુનના રોજ વય નિવૃત થયેલ કર્મચારીઓની સેવાકીય વિગતોની ચકાસણી કરી પ્રવર્તમાન નિયમો અનુસાર 30 જુનના રોજ એક નોશનલ ઇજાફો આકરી નોશનલ ઇજાફો ખાતા અધિકારીદ્વારા પ્રમાણિત કરાવી પેન્શન સુધારણા માટે રજુ કરવાના રહેશે.