Get The App

43 દિવસમાં 110 આપઘાત: આર્થિક સંકડામણથી 11 વ્યક્તિએ જીવન ટુંકાવ્યુ

- પૂર્વ વિસ્તારમાં 52 અને પશ્ચિમમાં 26 વ્યક્તિનો અપઘાત: 86 લોકોએ ફાંસો ખાધો: 4 જણાનો પડતુ મુકી આપઘાત

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News
43 દિવસમાં 110 આપઘાત: આર્થિક સંકડામણથી 11 વ્યક્તિએ જીવન ટુંકાવ્યુ 1 - image

અમદાવાદ, મંગળવાર

અમદાવાદમાં અનલોક થયા બાદ આત્મહત્યાના બનાવોનું પ્રમાણ વધ્યું  છે. છેલ્લા ૪૩ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ત્રી પુરૃષો મળીને કુલ ૧૧૦  જણાએ આપઘાત કર્યો હતો. શહેરના પુર્વ વિસ્તારમાં ૫૨ જણા અને પશ્ચિમમાં ૨૬ જણાએ પોતાના જીવન ટુંકાવ્યા હતા. તે સિવાય ૧૧ જણાએ લોકડાઉનને કારણે આર્થિક સંકડામણને કારણે પોતાની જીંદગી સંકેલી લીધી હતી.

અમદાવાદ શહેરમાં લોકડાઉન દરમિયાન ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા હતા. તો બીજીતરફ પરિવારના ખર્ચા યથાવત રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન રિક્ષાચાલકો સહિતના શ્રમજીવીઓની આજીવીકા છીનવાઈ ગઈ હતી. અનલોક જાહેર થયા બાદ શરૃઆતમાં શહેરના કોટના કેટલાક વિસ્તારો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવતા હતા. જેને કારણે આર્થિક સંકડામણમાં વધારો થઈ રહ્યો હતો. અનલોક જાહેર થયા બાદ પણ ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા.જેથી શ્રમજીવી વર્ગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો.  

જેના કારણે અનલોક જાહેર થયા બાદ આપઘાતના બનાવોનું પ્રમાણ દિન પ્રતિદીન વધવા લાગ્યું હતું.  જેમાં  ખાસ કરીને તારીખ ૧ જુન ૨૦૨૦ થી  તારીખ ૧૩ જુલાઈ ૨૦૨૦ દરમિયાન કુલ ૧૧૦ જણાએ આપઘાત કર્યા હતા. આપઘાત કરનારાઓમાં ૮૨ પુરૃષો અને ૨૮ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. બીજીતરફ લોકડાઉનને કારણે ધંધા રોજગાર બંધ હોવાથી અનેક લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા. જેને કારણે ૧૧ જણાએ ૧૧ જણાએ જીવન ટુકાવ્યું હતું. તે સિવાય એક મહિલાએ કોરોનાને કારણે તથા તાવથી પિડાતા યુવકે કોરોનાના ભયને કારણે આત્મહત્યા કરી લીધી હતી.

શહેરના પુર્વ વિસ્તારમાં રહેતા ૫૨ જણાએ તથા પશ્ચિમ વિસ્તારમાં રહેતા ૨૬ જણાએ જીવન ચુંકાવ્યા હતા. મોટાભાગના લોકોએ ગળાફાંસો ખાઈને તથા અન્યોએ નદીમાં ઝંપલાવીને, ઝેરી દવા, એસિડ પીને તથા મકાનની છત કે ગેલેરીમાંથી નીચે પડતુ મુકીને જીંદગીનો અંત આણ્યો હતો. ૧૨થી ૧૪ વર્ષના ચાર છોકરા અને છોકરીઓેએ પણ અગમ્ય કારણોસર આત્મહત્યા કર્યાના બનાવો નોંધાયા હતા. મોટાભાગના લોકોએ અગમ્ય કારણોસર આપઘાત કર્યા હતા. કેટલાકે બિમારીને કારણે, પત્ની રિસાઈને પિયર જતી રહેતા, ઘરકંકાસ, દિકરીનો જન્મ થતા વગેરે કારણોસર જીનનનો અંત આણ્યો હતો.

આપઘાત બાબતે મનોચિકિત્સકનું શું કહેવું છે

 આર્થિક સંકડાણને કારણે આપઘાત કરતી વ્યક્તિ આર્થિક મુશ્કેલી અંગે પરિવાર સાથે વાતચીત કરતી નથી. અંદરોઅંદર ઘુટાતો પતિ અજાણતા જ પત્ની પર રોષ ઠાલવતો હોય છે. જો તે પત્ની કે પરિવારના અન્ય સભ્યો સાથે આર્થિક તકલીફ હોવાથી ઓછા પૈસામાં ઘર ચલાવવા બાબતે વાતચીત કરે તો કંઈક અંશે તે રાહત અનુભવે છે. પરંતુ મનોમન મુઝાતો પતિ  નાસીપાસ થઈને  આત્મહત્યા કરી લે છે.પત્નીના માથે પણ ઘર ચલાવવાની , બાળકો અને સાસુ સસરાને સાચવવાની જવાબદારી હોય છે. તેમાં આર્થિક સંકડાણ તેની હાલત કફોડી બનાવે છે. જેને કારણે મહિલા પણ આપઘાત કરવા મજબુર બને છે, એમ મનોચ્કિત્સકનું કહેવું છે.

તે સિવાય બાળકો અને કિશોરો સાથે માતા પિતાનું કોમ્યુનિકેશન ખુબ જ ઘટી ગયું હોવાથી તેઓ પોતાના પ્રશ્નો અંગે કોઈને કહી શકતા નથી. તે સિવાય બાળકોસાથે વાત કરવાની પેટર્ન મોટાભાગના માતાપિતા પાસે હોતી નથી. તેને કારણે બાળકો અને કિશોરોમાં પણ આપઘાતનું પ્રમાણ વધ્યું છે. વૃધ્ધો નાની મોટી ેિ બમારીથી પિડાતા હોય છે. ઉપરાંત તમને કઈ ખબર ન પડે કહીને તેમના દિકરા અને પૌત્ર હડધુત કરતા હોય છે. જેને કારણે કંટાળીને વૃધ્ધો આત્મહત્યા કરતા હોય છે.

કેવી રીતે આત્મહત્યા કરી

૧. ગળાફાંસો ખાઈને ૮૬

૨.નદીમાં પડીને ૧૦

૩. ઝેરી દવા પીને

૪. એસિડ પીને

૫.સળગી જઈને

૬.મકાન પરથી પડતુ મુકીને

૭.હાથમાં બ્લેડ મારીને

Tags :