Get The App

બોગસ બિલો આપી ૧૧ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લઇ ટેક્સ ચોરી :૩ કરોડનો જીએસટી વસૂલ

સુરત, ઉધના, સચીન, નવસારીમાં આઠ સ્થળે તપાસ : ૩ કરોડની જીએસટી ચોરી પણ પકડાઇ

Updated: Feb 8th, 2020

GS TEAM

Google News
Google News
બોગસ બિલો આપી ૧૧ કરોડની  ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લઇ ટેક્સ ચોરી :૩ કરોડનો જીએસટી વસૂલ 1 - image

વડોદરા,તા,8,ફેબ્રુઆરી,2020,શનિવાર

સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ ૧૧ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ખોટો લાભ લઇ ટેક્સ ચોરી કરનારને પકડી પાડી રૃા.૩ કરોડનો જીએસટી વસૂલ કર્યો હતો. 

સુરતની યુનિવર્સલ ડાયકેમ  પ્રા.લિ. કે જે ડાય અને કેમિકલ્સનું ટ્રેડિંગ કરે છે. તેણે માલનો સપ્લાય કર્યા વિના જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરી હતી. વડોદરા અને સુરતના ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સના ઓફિસરોએ સુરત, ઉધના, ઉન, સચીન અને નવસારીમાં આઠ સ્થળે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં એ બહાર આવ્યું હતું કે યુનિવર્સલ ડાયકેમ દ્વારા માલ સપ્લાય કર્યા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરવા બોગસ બિલો આપ્યા હતા. એટલુ જ નહીં આ માલ પહોંચાડવા માટે સ્કૂટર, ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ અને જેનુ અસ્તિત્વ જ નથી તેવા વાહનો ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગમાં લીધા હોવાનું બતાવ્યુ હતું. મે. ઓરેન્જ ઓ. ટેક પ્રા.લિ. મે. અમિત કોર્પોરેશન, મે. એસ.એન. એન્ટરપ્રાઇઝ, મે. એસ.ઇ. કોર્સ, મે. ટેલિ એન્ટરપ્રાઇઝ અને મે. શ્રીનાથજી ટ્રેડ આવી ઇનપુટ ટેક્સ ક્રેડિટના ગેરકાયદે લાભાર્થી હતા. યુનિવર્સલ ડાયકેમ પ્રા.લિ.ના અધિકૃત હસ્તાક્ષરકર્તા કરણ  ટોશની વાલ આ સમગ્ર છળકપટનો માસ્ટર માઇન્ડ હતો. પૂછતાછ દરમિયાન કરણ અને ઉપર્યુક્ત યુનિટોએ કબુલ્યુ હતુ કે તેઓએ રૃા.૧૧ કરોડથી વધુ  રકમની ઇનપુટ ક્રેડિટ છળકપટથી મેળવી હતી. તેઓએ રૃા.૩ કરોડનો જીએસટી ભરી દેવાની જવાબદારી સ્વીકારી આ રકમ ભરપાઇ કરી હતી. આ ઉપરાંત અધિકારીઓની તપાસ દરમિયાન છળકપટથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી રૃા.૩ કરોડની જીએસટી ચોરી પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :