ગુજરાતમાં વધુ 1081 કેસ, પ્રતિ કલાકે સરેરાશ 45 વ્યક્તિને કોરોના
- 12,795 એક્ટિવ કેસ, 87 વેન્ટિલેટર પર : વધુ 22નાં મૃત્યુ
- સુરતમાં 276-અમદાવાદમાં 180 કેસ : વડોદરામાં કુલ કેસ હવે 4 હજારથી વધુ : 782 દર્દીઓ ડિસ્ચાર્જ
અમદાવાદ, તા. 25 જુલાઇ, 2020, શનિવાર
ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અત્યારસુધીના સર્વોચ્ચ 1081 સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 54712 થયો છે.
આમ, આ સિૃથતિએ ગુજરાતમાં પ્રતિ 1 કલાકે સરેરાશ 45 વ્યક્તિને કોરોના સંક્રમણ થઇ રહ્યું છે. હાલ 12795 એક્ટિવ કેસ અને 87 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 22 સાથે કોરોનાથી કુલ મરણાંક 2305 થયો છે.
છેલ્લા 24 કલાકમાં ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. ડાંગમાં હાલ એકપણ એક્ટિવ કેસ નથી. સુરતમાં કોરોનાની હરણફાળ જારી રહી છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 276 કેસ નોંધાયા છે.
આમ, સુરતમાં હવે જુલાઇના 25 દિવસમાં કોરોનાના કુલ કેસનો આંક 6544 થયો છે. સુરતમાં કોરોનાના કુલ 117373 કેસ છે અને તેમાંથી 3307 એક્ટિવ છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી વધુ 11 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 346 થયો છે અને વધુ 167 દર્દીને રજા આપવામાં આવી હતી.
સુરતમાં અત્યારસુધી કુલ 7720 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અમદાવાદમાં વધુ 180 સાથે કોરોનાના કુલ કેસનો આંક 25529 થયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 4 વ્યક્તિના મૃત્યુ થયા હતા જ્યારે 170 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
કોરોનાના કુલ કેસમાં હવે વડોદરા પણ 4 હજારને વટાવી ચૂક્યું છે. વડોદરામાં અત્યારસુધીના સર્વોચ્ચ દૈનિક 94 કેસ સાથે કુલ કેસનો આંક હવે 4088 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 2ના મૃત્યુ સાથે વડોદરામાં કોરોનાથી કુલ 65 વ્યક્તિના મૃત્યુ થયા છે.
રાજકોટમાં પણ હવે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 65 સાથે કુલ કેસ હવે 1334 છે. રાજકોટમાં જુલાઇના 25 દિવસમાં 1065 કેસ નોંધાઇ ચૂક્યા છે.
પાટનગર ગાંધીનગરમાં 29 સાથે કોરોનાના કુલ કેસનો આંક 1259 થયો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 41 સાથે ભાવનગર, 37 સાથે જુનાગઢ, 34 સાથે બનાસકાંઠા, 29 સાથે સુરેન્દ્રનગર, 25 સાથે મહેસાણા-ભરૂચ, 23 સાથે જામનગર, 21 સાથે પાટણ, 25 સાથે દાહોદ, 23 સાથે ગીર સોમનાથનો સમાવેશ થાય છે.
ગુજરાતમાંથી અન્યત્ર વડોદરામાંથી 2, ગાંધીનગર-જુનાગઢ-કચ્છ-રાજકોટમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. છેલ્લા 24 કલાકમાં વધુ 782 સાથે કુલ 39612 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 13944 સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક 6,20,662 થયો છે. આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે ગુજરાતની વસતીને ધ્યાને લેતા પ્રતિ દિવસે 214.22 ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. ગુજરાતમાં હાલ 4.57 લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.
જુલાઇમાં મહાનગરોમાં અત્યાર સુધી નોંધાયેલા કેસ-મૃત્યુ
જિલ્લો |
કેસ |
મૃત્યુ |
સુરત |
6544 |
188 |
અમદાવાદ |
4616 |
131 |
વડોદરા |
1821 |
18 |
રાજકોટ |
1065 |
15 |
ભાવનગર |
889 |
08 |
જુનાગઢ |
621 |
07 |
ગાંધીનગર |
605 |
09 |
જામનગર |
351 |
05 |
કયા રાજ્યમાં વધુ એક્ટિવ કેસ ?
રાજ્ય |
એક્ટિવ કેસ |
મહારાષ્ટ્ર |
1,45,481 |
કર્ણાટક |
55,385 |
તમિલનાડુ |
52,273 |
આંધ્ર પ્રદેશ |
44,431 |
ઉત્તર પ્રદેશ |
22,452 |
પ.બંગાળ |
19,391 |
ગુજરાત |
12,795 |
દિલ્હી |
12,657 |