ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવના 10 કેસ : કુલ આંક 571 પર પહોંચ્યો
- ઘાતક મહામારીનો આતંક અટકવાનું નામ જ લેતો નથી
- નડિયાદમાં સૌથી વધુ 6 કેસ નોંધાયા : ખેડા શહેરમાં બે, મહેમદાવાદ-કઠલાલમાં એક-એક
નડિયાદ, તા.23 જુલાઈ 2020, ગુરુવાર
ખેડા જીલ્લામાં આજે દસ જેટલા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં જીલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં છ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત ખેડા જિલ્લાના ખેડામાં બે પોઝીટીવ કેસો નોંધાયા છે. જ્યારે મહેમદાવાદ અને કઠલાલમાં એક-એક કોરોના પોઝીટીવ કેસો નોંધાતા જીલ્લામાં કુલ પોઝીટીવ દર્દીનો આંક ૫૭૧ પર પહોંચ્યો છે.
જ્યારે આજે છ કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચતા જિલ્લામાં સાજા થયેલા દર્દીઓનો આંક ૨૦૬ પર પહોંચ્યો છે. ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલી કોવીડ-૧૯ હોસ્પિટલમાંથી આજે છ કોરોના પોઝીટીવ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં બિપીનભાઇ પારેખ ઉં.૬૨, શ્રીજલબેન શાહ ઉં.૪૪, બ્રિજેશકુમાર પટેલ ઉં.૩૩, ડૉ. અજય નાયક, સજેદાબાનુ આર.લુહાર, નાઓમીબહેન એ. ઠાકોરને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આજે ઉપરોક્ત વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.
નડિયાદ શહેરના કોરોનાના દર્દીઓ
* પુરૂષ ઉં.વ. ૩૦, નારાયણપાર્ક સોસાયટી, નડિયાદ
* પુરૂષ ઉં.વ. ૪૩, કુંભાર ચાલી, નડિયાદ
* મહિલા ઉં.વ. ૫૪, સુભાષનગર, મીલ રોડ, ન ડિયાદ
* પુરૂષ ઉં.વ. ૬૫, પંજાબી સોસાયટી, નડિયાદ
* પુરૂષ ઉં.વ. ૬૧, સોજિત્રાની ખડકી, દેસાઈવગો, નડિયાદ
* પુરૂષ ઉં.વ. ૫૫ ભારતભુવન સોસાયટી, નડિયાદ
જિલ્લાના અન્ય સ્થળો પર નોંધાયેલા કેસ
* વૈશાલીબેન વિજયભાઈ શર્મા ઉં.૩૧ મહાદેવ ફળીયુ, કેસરા, તા.મહેમદાવાદ
* યુવરાજસિંહ લક્ષ્મણસિંહ ચાવડા ઉં.૨૮ હરિયાળા, ખેડા
* પુરૂષ ઉં.વ. ૭૦, લાલદરવાજા, કાછીયા શેરી, ખેડા
* મહિલા ઉં.વ. ૫૫, સરસ્વતી સ્કુલ પાસે, કઠલાલ