Get The App

સૂવાની સ્ટાઈલથી જાણો તમારી Love Life

Updated: Dec 21st, 2018

GS TEAM

Google News
Google News
સૂવાની સ્ટાઈલથી જાણો  તમારી Love Life 1 - image

તમારી વાતચીત કે ઉઠવા-બેસવાની સ્ટાઈલ તમારી પર્સનાલિટી વિશે ઘણું કહી જાય છે. એ જ રીતે પાર્ટનર સાથે સુવાની સ્ટાઈલ તમારી લવ લાઈફના રહસ્ય ખોલે છે. જાણો તમારી લવ લાઈફ કેવી છે...


1. સ્પૂનિંગ પોઝિશન

આ એ પોઝિશન છે જેમાં મેલ પાર્ટનર ફીમેલ પાર્ટનરની પીઠ તરફથી ચોંટીને સૂવે છે. આ પોઝિશન સૂચવે છે કે તમારી વચ્ચે રોમેન્ટિક સંબંધ છે.

2. પ્રેટસલ પોઝિશન

આ પોઝિશનમાં મેલ પાર્ટનર ફીમેલ પાર્ટનરને બાથમાં લઇને સૂવે છે. આમ નવા પરણેલા લોકો આ રીતે સૂતાં હોય છે પણ લગ્નના વર્ષો પછી પણ તમે આમ સૂતા હોવ તો પોતાને લકી માનો.

3. સિંગલ્સ પોઝિશન

આ પોઝિશનમાં ફીમેલ મેલના ખભા પર માથુ રાખીને સૂવે છે.  જે સુચવે છે કે તમારી પાર્ટનરને તમારામાં અતિ વિશ્વાસ છે અને તે તમને અનહદ ચાહે છે.

4. એકબીજાથી વિપરિત ચોટીને સૂવું

આ સૂચવે છે કે બંને આત્મનિર્ભર છે અને એકબીજાની પર્સનલ સ્પેસનો ખ્યાલ રાખે છે. તે એમ પણ સુચવે છે કે બંને એકબીજાથી આકર્ષાયેલા છે અને પોતાના સંબંધને સુરક્ષિત માને છે.

સૂવાની સ્ટાઈલથી જાણો  તમારી Love Life 2 - image

5. રોલિંગ બૅક પોઝિશન

આ પોઝિશનમાં બંને એકબીજાથી ઉલટ દૂર-દૂર સૂવે છે. આનો અર્થ એ નથી કે તેમનામાં પ્રેમ નથી. જ્યારે પાર્ટનર થાકેલો હોય અને ફિઝિકલ રિલેશનની ઇચ્છા ના હોય ત્યારે આ પોઝિશન જોવા મળે છે.